Gujarati News

Gujarati News

News of Sunday, 10th January 2021

માલિયાસણ ચોકડી પાસેથી આજીડેમ ચોકડી માનસરોવર પાર્કનો મેહુલ ઉર્ફ મોન્ટુ હિરાણી રિક્ષામાં દારૂની ૬૦ બોટલ સાથે પકડાયો

રાજકોટઃ કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા અને કોન્સ. વિરદેવસિંહ જાડેજાની બાતમી પરથી માલિયાણસ ચોકડી પાસે વોચ રાખી જીજે૦૩બીયુ-૯૭૪૭ નંબરની રિક્ષાને અટકાવી તલાસી લેવામાં આવતાં અંદરથી રૂ. ૩૦ હજારનો ૬૦ બોટલ દારૂ મળતાં તે તથા રિક્ષા, મોબાઇલ ફોન મળી રૂ. ૧,૦૫,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી રિક્ષા ચાલક આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્ક-૨માં રહેતાં મેહુલ ઉર્ફ મોન્ટુ કિશોરભાઇ હિરાણી (ઉ.વ.૧૯)ને પકડી લેવાયો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની સુચના અને પીઆઇ એમ. સી. વાળાની રાહબરીમાં પીએસઆઇ પી. જી. રોહડીયા, એએસઆઇ હિતુભા એમ. ઝાલા, હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, જયંતિભાઇ એસ. ગોહિલ, કિશોરભાઇ પરમાર, કોન્સ. વિરદેવસિંહ જાડેજા, મુકેશભાઇ સબાડ, દેવેન્દ્રસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

(11:42 am IST)