Gujarati News

Gujarati News

News of Sunday, 10th January 2021

મકરસંક્રાંતી અંતર્ગત પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલની શહેરીજનોને અપીલ

રાજકોટઃ ઉતરાયણની ઉજવણી અંતર્ગત પોલીસ પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે શહેરીજનોને તા.૧પ મી સુધી સલામત રીતે તહેવારની ઉજવણી કરવામાં આવે તેમ જણાવ્યુ઼ છે. જાહેર રોડ પર, મેદાનમાં, મહોલ્લામાં કોઇ જાહેર જગ્યામાં પતંગ ચગાવી શકાશે નહી. આ મામલે સોસાયટીના જવાબદાર વ્યકિત સામે કાર્યવાહી કરાશે. પોતપોતાના ઘરની અગાશી પર પરીવારના સભ્યો ઉતરાયણની ઉજવણી કરી શકશે. તેમા પણ માસ્ક પહેરવુ અને કોઇ લાઉડ સ્પીકર કે ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે. પતંગ-દોરી વેચનાર વેપારીઓએ પણ ગ્રાહકોને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરાવવું પડશે. કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઇ નહી તેને ધ્યાનમાં રાખી ઉતરાયણની ઉજવણી કરવા માટે શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.

(4:08 pm IST)