Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

માધાપર ચોકડી પાસે ૬૦ કરોડના ખર્ચે ઓવરબ્રીજ બનશેઃ નાણામંત્રીના હસ્તે થશે ખાતમુહૂર્ત : ૧૨ ટેન્ડર આવ્યા

રાજકોટ તા ૧૦ : રાજકોટમાં ૨૬મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત ૧૩૦૦ કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત થઇ રહયા છે.

દરમિયાન માધાપર ચોકડી પાસે ૬૦ કરોડના ખર્ચે ઓવરબ્રીજ બનાવવા અંગેનું કામ પણ  આવરી લેવાયું છે. આ બ્રીજનું રાજયના નાણાંમંત્રીશ્રી નીતિન પટેલ હસ્તે ખાતમુહૂર્ત થશે.

આ બ્રીજ અંગે ૧૨ એજન્સીઓએ ટેન્ડર ભર્યા છે, તેની ટેકનીકલ બીડ આજે ખોલાશે.

બીજીબાજુ બ્રીજ અંગે આદેશ આવતા રાજકોટના માર્ગ-મકાન વિભાગના ઇજનેર શ્રી સોલંકી, ગાંધીનગર દોડી ગયા છે, ટેન્ડર ફાઇનલ થયે વર્ક ઓર્ડર તાકીદે આપી દેવા આદેશો થયા છે, અર્જન્ટ કામ તરીકે લેવા સરકારની સુચના હોવાનું સુત્રોએ ઉમેર્યુ છે.

(3:42 pm IST)
  • ઝારખંડ સરકારનો મોટો નિર્ણંય : મુખ્યમંત્રી હેમંત સોરેને 3000 લોકો પર લાગેલો રાષ્ટ્ર દ્રોહનો આરોપ પાછો ખેંચ્યો : દોષી અધિકારીઓ પર થશે કાર્યવાહી : ધનબાદ જિલ્લાના ત્રણ હજાર લોકો સામે રાષ્ટ્રદ્રોહનો આરોપ પડતો મુકવા મુખ્યમંત્રીએ જાહેરાત કરી: આ લોકો પર નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ માટે આ મામલો ઘનબાદના એક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો : મુખ્યમંત્રી હેમંત સોરેને જનતાને કાયદો વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થવાની અપીલ કરી access_time 11:56 pm IST

  • ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર મલવિન્દર સિંહ અને શિવેન્દ્રસિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ : 20મીએ થવું પડશે હાજર : ઇડીએ રેલિગેયર એન્ટરપ્રાઇઝ લિમિટેડના પૂર્વ એમડી સુનિલ ગોધવાની સામે પણ ચાર્જશીટ દાખલ કરી : ઇડીએ આ ચાર્જશીટ મની લોન્ડરિંગ મામલે દાખલ કરી : દિલ્હીની અદાલતે ત્રણેયને 20મીએ હાજર થવા આદેશ કર્યો access_time 11:38 pm IST

  • સંખ્યાબંધ પ્રોજેકટો ખુલ્લા મુકશે અમિતભાઈ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ આજે રાત્રે ગુજરાતમાં આવી પહોંચશે : તેઓ અહિં કેટલાક પ્રોજેકટોનું ઉદ્દઘાટન કરવાના છે access_time 12:56 pm IST