Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

રાજનીતિ કી પાઠશાલા દ્વારા સોમવારે રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠીઓને દિલ્હી યુથ રત્ન એવોર્ડ અપાશેઃ મહેશ રાજપૂત

રાજકોટ,તા.૧૦: રાજનીતિ કી પાઠશાલા દ્વારા સમગ્ર ભારત દેશના રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠીઓને યુથ રત્ન એવોર્ડ આપી સન્માન કરવાના કાર્યક્રમનું આગામી તા.૧૩ને સોમવારના રોજ આયોજન કરવામાં આવેલ છે ઙ્ગઆ કાર્યક્રમ સી.ડી. દેશમુખ ઓડિટોરિયમ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર, લોધી એસ્ટેટ, નવી દિલ્લી ખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં ભારત દેશના સામાજિક આગેવાનો અને શ્રેષ્ઠીઓને યુથ રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવશે જેમાં

ગેસ્ટ ઓફ ઓનર રોહિત ચૌધરી (મંત્રી-ખ્ત્ઘ્ઘ્), સંજય સિંદ્ય (એમ.પી.-રાજય સભા), ડો.પવન કુમાર ભૂત (ચીફ એડિટર- પોલીસ પબ્લિક પ્રેસ), સરદાર ત્રિલોચનસિંહ, ઉપાસના અરોરા, ડો.સુનુંતી વાળવા, અનીલ અરોરા (કો-એડિટર), એડવોકેટ સંજીવ સહેગલ (એડીશનલ એડવોકેટ જનરલ, સુપ્રીમ કોર્ટ), એડવોકેટ રાકેશ કુમાર ખન્ના (પૂર્વ પ્રમુખ સુપ્રીમ કોર્ટ બાર કાઉન્સિલ), ડો.ફારુક ખાન સહિતના આગેવાનો ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવશે જેમાં એવોર્ડ મેળવનાર આસ્થા સિંદ્ય, શૈલેશ તિવારી, અનુ પંડિત, પ્રવીણ સરદાના, જલાજકુમાર ચૌધરી, સત્યેન્દ્ર મીના, રાહુલ સિંગ, શ્રેયા કાત્યાલનું સન્માન કરવામાં આવશે તેવું સંસ્થાના મુખ્ય ફાઉન્ડર અજય પાંડે અને રાજનીતિ કી પાઠશાલાના કાર્યકારી અધ્યક્ષ મહેશભાઈ રાજપૂતની અખબારી યાદી જણાવે છે.

(4:39 pm IST)