Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

કણસાગરા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ બાળકોને શીખવ્યા સ્વચ્છતાના પાઠ

વડવાજડીની પ્રા.શાળામાં કાર્યક્રમ યોજાયો

રાજકોટ : વડ વાજડી ગામની પ્રાથમિક શાળામાં શ્રીમતી કે. એસ. એન. કણસાગરા મહિલા કોલેજની સમાજ કાર્ય વિભાગની વિદ્યાર્થીની બહેનો નિશા પ્રિવંડા, જોબનપત્રા યેશા, બાતરા વંૃદા, લાકુર ટિંવકલ, સાવલિયા ધારા, અઘેરા કૃપાલી, છાયા માનસી, માહવિયા કોમલ, કયાણી માનસી, કોરકિયા દિપાલી, અને મારવિયા હર્ષિતા, દ્વારા બાળકોને વર્ગ ખંડ સ્વચ્છતા અને વ્યકિતગત સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં શ્રીમતી કે. એસ. એન. કણસાગરા મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડો. રાજેશ કાલરીયા, સમાજ કાર્ય વિભાગના અધ્યક્ષ ડો. કોમલબેન કપાસી, ક્ષેત્રકાર્ય વિભાગના અધ્યક્ષ ડો. પરેશ નરસીયાનો સંપૂર્ણ સહયોગ મળ્યો તથા આ કાર્યક્રમમાં વડવાજડી પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ મહેશભાઇ દોંગા તથા શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં. ડો. પરેશ સરસીયાની  યાદીમાં જણાવાયું છે.

(4:14 pm IST)