Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

વોર્ડ નં.૦૨ના સંજયનગર વિસ્તાર પેવિંગ બ્લોકથી મઢાશેઃ કામનો પ્રારંભ

રાજકોટઃ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૨માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ જે અન્વયે વોર્ડ નં.૦૨માં આવેલ સંજયનગર વિસ્તારમાં પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત કરતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, તથા મનીષભાઈ રાડીયા, જયમીનભાઇ ઠાકર, ડો.દર્શિતાબેન શાહ, સોફીયાબેન દલના હસ્તે કરવામાં આવેલ.  આ પ્રસંગે વોર્ડ નં.૦૨ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૦૨ પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૦૨ મહામંત્રી દશરથભાઈ વાળા, વોર્ડ નં.૦૨ મહામંત્રી ભાવેશભાઈ ટોયટા, રાજેન્દ્રસિંહ ગોહીલ, રાજનભાઈ સિંધવ, કૌશિકભાઈ અઢીયા, પંકજભાઈ જોષી, જયભાઈ દવે, જયરાજસિંહ જાડેજા, રજાકભાઈ જામનગરી, ગુલાબસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા, ડો. પ્રીતેશ પોપટ, કમલભાઈ ભટ્ટ, નીલેશભાઈ, દીપાબેન કાચા, દેવ્યાનીબેન રાવલ, સીમાબેન અગ્રવાલ, લીલાબા જાડેજા, યોગીતાબેન પડીયા, ભાવનાબેન ચતવાણી, યુવરાજસિંહ, ભરતભાઈ વીરડા, યુસુફભાઈ કટારા, રાજુભાઈ દલવાણી, ફારૂકભાઈ કટારીયા, હર્ષિદાબા કનોજીયા,  વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:13 pm IST)