Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

વોર્ડ નં.૧પના વિસ્તારવાસીઓને ખાડા-ખબડામાંથી મુકિત : ર૭ર લાખના ખર્ચે ડામર કામનો પ્રારંભ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧પના કોંગી કોર્પોરેટરો વશરામભાઇ સાગઠીયા, મકબુલભાઇ દાઉદાણી, ભાનુબેન સોરાણી, માંસુબેન હેરભા દ્વારા વોર્ડ ના વિવિધ વિસ્તારમાં ચોમાસા બાદ નવા રોડ રસ્તા બનાવવા અંગે રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત બાદ આજી વસાહત શેરી નં.૧ર-ર૪ લાખ, સીતારામ વે-બ્રીજ રોડ (જીઇબી ઓફીસ)-ર૮ લાખ, ભાવનગર મેઇન રોડ (આજી ચોકડીથી આરકે ગેટ)-૧૧પ લાખ, દૂધસાગર મેઇન રોડ પર-૧૦પ લાખ સહિત કુલ ર૭ર લાખના કામો મંજુર થતાં આજે ડામર કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, વોર્ડ પ્રમુખ વાસુરભાઇ ભામ્ભાણી, કોર્પોરેટરો મકબુલભાઇ દાઉદાણી, ભાનુબેન સોરાણી, અને માંસુબેન હેરભા આગેવાનો પ્રવિણભાઇ સોરાણી, અકબરભાઇ પતાણી, વશરામભાઇ ચાંડપા, હીરલાલ પરમાર, નરેશભાઇ પરમાર, અરવિંદભાઇ મુછડીયા, વિરમભાઇ ગમારા, લલીતભાઇ પરમાર, સુરેશભાઇ મકવાણા, કનુભાઇ કરપડા, અલ્તાફભાઇ રાઉમા, ભીખુભાઇ રાઉમા, કાળુભાઇ સોલંકી, યુનુસભાઇ ભટ્ટી, કુબેર બાપુ મારાજ, રણછોડભાઇ મકવાણા, ગોરધનભાઇ મોરવાડીયા, કુશાલ ભટ્ટી, નારણભાઇ બથવાર, સુરેશભાઇ ધોળકીયા, મહેશભાઇ ચૌહાણ, જસમતભાઇ વાછાણી, જયદેવ આહીર, ગભરૂભાઇ મોરી, કેતનભાઇ મકવાણા, ગોપાલભાઇ મોરવાડીયા સહિતના આગેવાનો કાર્યકરો અને વિસ્તારવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

(4:13 pm IST)