Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ગંજીવાડામાંથી ગુમ રીના સરીયાને શોધી પરિવાર સાથે મીલન કરાવતી થોરાળા પોલીસ

રાજકોટઃ શહેરના ગંજીવાડા શેરી નં. ૪ માં રહેતી રીના વિજયભાઇ સરીયા (ઉ.વ. ૧૯) ગઇકાલે બપોરે પોતાના ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો ન લાગતા પરિવારજનોએ થોરાળા પોલીસ મથકમાંદ ગુમની નોંધ કધરાવતા પીઆઇ જી. એમ. હડીયાના માર્ગદર્શન પીએસઆઇ એચ. બી. વડાવીયા અને કોન્સ. કિશોરભાઇ પરમારે તપાસ કરતા યુવતી ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ બગીચા પાસેથી હેમખેમ મળી આવતા યુવતીને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી. ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા યુવતી ઘરેથી નીકળી ગઇ હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું.

(4:11 pm IST)