Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

કોલેજની ફી ભરવાનું જણાવી યુવતિ ઉપરના દુષ્કર્મના કેસમાં આરોપીની જમીન અરજી રદ

રાજકોટ તા ૧૦  :  અત્રે બળાત્કારના આરોપીની જમીન અરજી નામંજુર કરવાનો સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

બનાવની હકીકત એવી છે કે, ફરીયાદી દ્વારા રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં તા. ૧૦/૧૦/૨૦૧૯ના રોજ દુષ્કર્મ અંગેની ફરિયાદ ભરત અજીતભાઇ ચાવડા વિરૂધ્ધ દાખલ કરવામાં આવી હતી. અને ફરિયાદીએ જણાવેલ કે ફરિયાદીને આશરે ૩ મહિના પહેલા પૈસાની જરૂરીયાત હતી કેમ કે, ફરિયાદીને પોતે કોલેજની ફી ભરવાની હતી, આથી ફરીયાદીએ તેના મિત્રને વાત કરી આથી તેના મિત્ર દ્વારા આ કામના આરોપી ભરત અજીતભાઇ ભાવડાનો સંપર્ક થયેલ હતો. આથી આરોપીએ રૂા ૨૦,૦૦૦/- આપવાના કહી ફરિયાદીના મકાનનો દસ્તાવેજના અસલ કાગળો લઇ લીધા, ત્યારબાદ આરોપીએ પોતાના ફલેટ પર ફરિયાદીને બોલાવી ફરિયાદીની મરજી વિરૂધ્ધ શારીરીક સબંધ બાંધી દુષ્કર્મ આચરેલ, ત્યારબાદ ફરીયાદીને લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચરેલ. ફરિયાદીને ખબર પડતા આરોપીએ લગ્ન કરેલ, આથી ફરિયાદીને લાગી આવતા ફરિયાદીએ જયુબીલી ગાર્ડનમાં જીવનનો અંત લાવાનો નિર્ણય લેતા ફરિયાદીએ ઝેરી દવા પી લીધેલ.ઙ્ગ

ત્યારબાદ ફરિયાદીને રાજકોટના સરકારી દવાખાનામાં સારવાર હેઠળ લાવતા પોલીસ દ્વારા પુછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવેલ હતો. ત્યારબાદ ફરિયાદીએ આ સમગ્ર હકીકત પોલીસ સ્ટેશનમાં જણાવતા પોલીસસ દ્વારા આ કામના આરોપીની ધરપકડ કરી આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ.

ત્યારબાદ આરોપી દ્વારા રાજકોટના એડી. પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં જામીન પર છુટવા અંગે અરજીકરેલ. જેમાંસરકારી વકીલશ્રી એસ.કે. વોરા તથા મુળ ફરિયાદીના વકીલ મેઘરાજસિંહ એમ. ચુડાસમા તથા કૃણાલભાઇ એન. દવે એ આરોપીની જામીન અરજીનો વિરોધ કરેલ અને આ અંગે દલીલો તથા રજુઆતો કરેલ હતી. અદાલતે આ દલીલો તથા રજુઆતો ધ્યાને રાખી આરોપી દ્વારા કરવામાં આવેલ જમીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

(4:08 pm IST)