Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

શહેરમાં પાઇપ લાઇન તુટવાનો દોર યથાવતઃ તંત્ર બેબાકળુ

રૈયા ટેલીફોન એક્ષ્ચેંજ પાસે ૧૫૦ ફુટ રીંગરોડ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ : વોર્ડ નં.૨, ૯ અને ૧૦નાં કેટલાક વિસ્તારોમાં ૪ થી ૫ કલાક મોડુ પાણી વિતરણઃ દેકારો

રાજકોટ, તા., ૧૦: શહેરમાં છેલ્લા ૧પ દિવસામં એક પછી એક પાણીની પાઇપ લાઇન તુટવાનો સીલસીલો ચાલુ છે. આજે પણ ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર પાણીની પાઇપ લાઇન તુટતા રૈયાધાર, ૧પ૦ ફુટ રીંગ રોડ હેઠળના વિસ્તારોમાં પાણી વિતરણ પાંચ કલાક મોડુ વિતરણ થતા દેકારો બોલી ગયો હતો અને સતત પાઇપ લાઇનો તુટવાના કારણે તંત્ર બેબાકળુ બન્યું હતું.

આ અંગે સત્તાવાર પ્રાપ્ ત વિગતો મુજબ શહેરનાં  ૧૫૦ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્ષ્ચેંજ વિસ્તારમાં તકનીકી ખામીને કારણે  પાણી વિતરણની લાઇનમાં ભંગાણ થતા  જેના કારણે વોર્ડ નં.૨,૯ અને વોર્ડ નં.૧૦નાં કેટલાક વિસ્તારોમાં ૪ થી ૫ કલાક મોડુ પાણી વિતરણ થતા દેકારો બોલી ગયો હતો.

શહેરનાં વોર્ડ નં.૧૦માં ગઇકાલ રાત્રે ૩૦૦ એમ.એમની રૈયાધારની પાણી વિતરણની પાઇપલાઇન ''એર લોકીંગ''ની તકનીકી ખામીને કારણે તુટી ગઇ હતી.  જો કે બાદમાં ત ાત્કાલીક રીપેરીંગ કાર્ય ઇજનરોએ શરૂ કરી દીધું હતું છતાં   વોર્ડ નં.૨નાં રંગ ઉપવન તથા વોર્ડ નં.૯નાં શીવપરા, હીરામનનગર તથા વોર્ડ નં.૧૦માં તીરૂપતી  સહિતનાં  વિસ્તારોમાં ૪થી પ કલાક  સુધી પાણી વિતરણ ખોરવાયેલ રહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં થોડા દિવસ પહેલા વોર્ડ નં.૩નાં  રેલનગરમાં ડ્રેનેજની  લાઇન તુટવા પામી હતી . તેના બીજા દિવસેજ વોર્ડ નં.૧૮ તથા ૨માં પાણીની લાઇનમાં તકનીકી ખામીને કારણે ભંગાણ સર્જાયુ હતુ. આમ  પંદર દીવસનાં અંંતરમાં  પાઇપલાઇનમાં ભંગાણ થવાની આ ૫મી ઘટના ઘટી   છે.

(4:08 pm IST)