Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

પરિણિતાને ત્રાસ આપવાની ફરિયાદમાં સાસુ-સસરા વિગેરેને આરોપી જોડવા અરજી

રાજકોટ,તા.૧૦: માનસિક શારીરિક ત્રાસના કેસમાં ભોગ બનનારે સસરા, સાસુ તથા પતિની પ્રેમિકાને આરોપી તરીકે ઉમેરવા અરજી કરેલ છે.

આ બનાવ વિગત એવી છે કે આજથી બે વર્ષ પહેલા  ફરીયાદી રશ્મિકા પ્રશાંતભાઇ લુણાગરીયાએ મહિલા પોલીસ સ્ટેશનમાં જયરાજ પ્લોટમાં રહેતા આરોપી પતિ પ્રશાંત પ્રવિણભાઇ લુણાગરીયા તથા સસરા પ્રવિણ ભાવજીભાઇ લુણાગરીયા તથા સાસુ કમળાબેન પ્રવિણભાઇ લુણાગરીયા તથા પ્રેમિકા મિતાબેન અરવિંદભાઇ સોજીત્રા વિરૂધ્ધ માનસીક શારીરિક ત્રાસ તથા આરોપી પતિ પ્રશાંતભાઇને પ્રેમિકા મિતા સોજીત્રા સાથે સંબંધ હોવા અંગેની ફરીયાદ દાખલ કરેલ હતી. આ ફરીયાદમાં ચાર્જશીટ સમયે તપાસ કરનાર અમલદારે સસરા, સાસુ તથા પ્રેમિકા વિરૂધ્ધ ગુનો બનતો ન હોય તેની તેઓેને ચાર્જશીટમાં આરોપી તરીકે બતાવેલ ન હતા. હાલ રાજકોટ જજ શ્રી જે.એમ.એફ.સી જજ ચૌહાણની કોર્ટમાં ફરીયાદીએ જુબાની આપેલ અને જેમાં સસરા પ્રવિણભાઇ ભાણજીભાઇ લુણાગરીયા, સાસુ કમળાબેન પ્રવિણભાઇ લુણાગરીયા, પ્રેમિકા મિતાબેન અરવિંદભાઇ સોજીત્રાની આરોપી તરીકે હોવાની આરોપી તરીકે સસરા પ્રવિણભાઇ ભાણજીભાઇ લુણાગરીયા, સાસુ કમળાબેન પ્રવિણભાઇ લુણાગરીયા,  મિતાબેન અરવિંદભાઇ સોજીત્રાને આરોપી તરીકે જોડવા ફરીયાદીના એડવોકેટ રાહુલભાઇ મકવાણા અરજી આપેલ હતી.

(4:07 pm IST)