Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

આવ ભાઈ હરખા, ઠંડી અને તડકાના આપણે બધા સરખા !

રાજકોટ : ઠંડી કોઈને છોડતી નથી અને તડકો બધાને રાહત આપે છે તેમ ઉપરોકત તસ્વીરમાં સુસવાટા મારતા ઠંડા પવન વચ્ચે તડકાની આહલાદક મજા માણવા સાથે મોબાઈલમાં મગ્ન આધેડ નજરે પડે છે. બાજુમાં રાત આખી ઠંડીમાં ઠુઠવાયા બાદ તડકો નીકળતા દુકાનની ફૂટપાથ ખાતે નિરાંતે આરામ ફરમાવતો શ્વાન જાણે કહી રહ્યો છે કે આવ ભાઈ હરખા, આપણે બધા સરખા. બાજુમાં અન્ય મહાશય ખુરશીમાં બેસી લાંબા પગ કરી નિરાંતે સૂર્યસ્નાન કરી રહેલા નજરે પડે છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(4:05 pm IST)