Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

સિંધી સમાજના તેજસ્વી તારલાઓને બિરદાવવા રવિવારે સન્માન સમારોહ

રાજકોટ તા. ૧૦ : સિન્ધુ સેવા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સિન્ધી સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહીત કરવા સન્માન સમારોહ યોજવામાં આવેલ છે.આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સિંધુ સેવા સમાજના આગેવાનોએ જણાવેલ કે તા. ૧૨ ના રવિવારે રાત્રે ૮ વાગ્યે અરવિંદભાઇ મણીઆર હોલ, જયુબેલી બગીચો ખાતે યોજાયેલ આ સમારોહ દરમિયાન ૧૦૦ થી વધુ તેજસ્વી વિદ્યાર્થી ભાઇ બહેનોને શિલ્ડ, સન્માનપત્ર અને સર્ટીફીકેટ આપી સન્માનીત કરાશે. ઉચ્ચ ડીગ્રી મેળવનારને તેમજ સમાજ માટે ગૌરવ થાય તેવી કોઇપણ ક્ષેત્રમાં સિધ્ધી મેળવનારાઓનું પણ શાલ ઓઢાડી બહુમાન કરાશે.

માર્ચ-એપ્રિલ ૨૦૧૯માં ધો.૧૦, ૧૨ની પરીક્ષામાં ૭૫% થી વધુ માર્કસ મેળવનાર તેમજ સ્નાતક, અનુસ્નાતક કક્ષાએ ૬૦% થી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓની માર્કસીટો મંગાવી મેરીટ મુજબ પ્રથમ ત્રણ ક્રમના વિદ્યાર્થીઓને શિલ્ડ અપાશે.

આ વિદ્યાર્થી ભાઇ બહેનોને પ્રોત્સાહીત કરવા સિંધી સમાજે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. સમગ્ર આયોજન માટે હરેશ ટેકવાણી અને સિંધુ સેવા સમાજની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા વિનોદભાઇ ટી. લેખાણી, કુન્દનલાલ લૌંગાણી, શ્યામસુંદર ચંદીરામાણી નજરે પડે છે. (તસ્વીર :  વિક્રમ ડાભી)

(4:05 pm IST)