Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

થેલેસેમીક બાળકો પ્રત્યે હુંફ પ્રસરાવવા વિવેકાનંદ કલબ દ્વારા કાલે માનવ સાંકળ

રાજકોટ તા. ૧૦: થેલેસેમીયાનો ભોગ બનેલા બાળકો માટે લગભગ બે દાયકાથી વધુ સમયથી કાર્યરત સેવા સંસ્થા વિવેકાનંદ યુથ કલબ દ્વારા કાલે તા. ૧૧ના સવારે ૧૦ વાગ્યે માનવ સાંકળના નવતર વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિરાણી હાઇસ્કુલના ૧૧૦૦ થી વધુ છાત્રો માનવ સાંકળના કાર્યક્રમમાં સહભાગી બનનાર છે.

આ માનવ સાંકળના કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વીનભાઇ મોલીયા, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ ઢોલરાના સ્થાપક મુકેશભાઇ દોશી, યુવા ઉદ્યોગપતિ કિરીટભાઇ આદ્રોજા, આઇ.એમ.એ. પ્રેસીડેન્ટ ડો. ચેતન લાલસેતા, ડો. મયંકભાઇ ઠકકર, ડો. અતુલભાઇ પંડયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવ, ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના ધનસુખભાઇ વોરા, યુવા કેળવણીકાર ડી. વી. મહેતા, ડી. કે. વાડોદરીયા, અમીષભાઇ દેસાઇ, ડો. શૈલેષ જાની, બ્રહ્મસમાજના પ્રમુખ દર્શિતભાઇ જાની, ઘનશ્યામભાઇ હેરભા, વીરેન્દ્રસિંહ ઝાલા (ક્ષત્રિય અગ્રણી) બ્રહ્મ અગ્રણી કિરીટભાઇ પાઠક, શેરબ્રોકર સુનિલભાઇ શાહ, ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવ, ફુલછયાબના મેનેજર નરેન્દ્રભાઇ ઝીબા, સહકારી અગ્રણી પરષોતમભાઇ પીપળીયા, જાણીતા ઉદ્યોગપતિ શિવલાલભાઇ આદ્રોજા, નાથાભાઇ કાલરીયા, વલ્લભભાઇ સતાણી, પ્રતાપભાઇ પટેલ, પંકજભાઇ રાઠોડ, ગૌતમભાઇ ધમસાણીયા, ગીનીજભાઇ હરીયા, પુરૂષાર્થ યવક મંડળના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ, વિનયભાઇ જસાણી, અજયભાઇ વખારીયા, ખોડલધામના ટ્રસ્ટી હરેશભાઇ પરસાણા, ગૌભકત રમેશભાઇ ઠકકર, ચંદુભાઇ રાયચુરા, હસુભાઇ ભગદેવ, જૈનશ્રેષ્ઠી પ્રવિણભાઇ કોઠારી, મનોજભાઇ ડેલીયાળા, પ્રફુલભાઇ રૈયાણી, મિલનભાઇ મીઠાણી, નિલેશભાઇ ભલાણી, નિલેશભાઇ કામદાર, મોઢવણિક સમાજના અગ્રણીઓ કિરીટભાઇ સી. પટેલ, નરેન્દ્રભાઇ ગાંગડીયા, નિરજભાઇ મહેતા, કિરણભાઇ કોઠારી, હરેનભાઇ મહેતા, અશ્વીનભાઇ સી. પટેલ, સુનિલભાઇ વોરા, મેટોડા જી.આઇ.ડી.સી.ના અગ્રણી નરેન્દ્રસિંહ જાડેજા, પટેલ કોમ્પ્યુટરવાળા સુરેશભાઇ પટેલ, સામાજીક અગ્રણી મનહરભાઇ મજીઠીયા, નવીનભાઇ ઠકકર, ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઇ ઠકકર, પ્રવિણભાઇ નિમાવત, વસંતભાઇ ગદેશા, મનિષભાઇ રાડીયા, ઘનશ્યામભાઇ રાચ્છ, રામભાઇ જામંગ, વી.વાય.ઓ.ના અરવિંદભાઇ શાહ, હિતેષભાઇ ચોકસી, જનાર્દનભાઇ આચાર્ય, લાફીંગ કલબના અરવિંદભાઇ વોરા, જેંતીભાઇ માંડલીયા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહી પ્રોત્સાહન કરશે અને આશીર્વાદ આપશે.

સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, ઉપેનભાઇ મોદી, મિતલ ખેતાણી, હસઁુભાઇ રાચ્છ, હસુભાઇ શાહ, ડો. રવી ધાનાણી, જીતુલભાઇ કોટેચા, દિનેશભાઇ ગોવાણી, પરિમલભાઇ જોષી, વિરાણી હાઇસ્કુલના પ્રિન્સીપાલ હરેન્દ્રસિંહ ડોડીયા, જયેન્દ્રભાઇ મહેતા, મહેન્દ્રભાઇ જીવરાજાની, જીતુભાઇ ગાંધી, પ્રદીપભાઇ જાની, ભનુભાઇ રાજયગુરૂ, નલિન તન્ના, ઉપીન ભીમાણી, પારસ મોદી, ગુણેન્દ્રમ ભાડેસીયા, નયન ગાંધી, પંકજ રૂપારેલીયા, દિલીપ સુચક, રમેશ શીશાંગીયા, ઉર્મિશ વ્યાસ, ડો. હાર્દિક દોશી વગેરે કાર્યરત છે.

(4:04 pm IST)