Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

નવી મુંબઇ ખાતે રઘુવંશી ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ કાલે રાજકોટ જિલ્લા ટીમનું સીલેકશન

રાજકોટ,તા.૧૦: શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા દર વર્ષ દર વર્ષની જેમ આ વર્ષે આંતરરાષ્ટ્રીય રઘુવંશી ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૦નું નવી મુંબઇ ખાતે આયોજન કરેલ છે. જેમાં સાત વિભાગો સ્પર્ધા યોજશે.આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્ેશ રઘુવંશી સમાજના યુવાનનોમાં ઉચ્ચ આદર્શોની ભાવના દાખવવા છેલ્લા ૬૬ વર્ષથી સતત કાર્ય કરતી આપણી માતૃસંસ્થા દ્વારા અનેક અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

શ્રી લોહાણા મહાપરિષદની રાજકોટ જીલ્લાની ટીમનું સિલેકશન કરવા માટે આવતીકાલ તા.૧૧ના રોજ બાલભવન, રેસકોર્ષમાં બપોરે ૧ કલાકે રાખેલ છે.જેમાં દરેક ખેલાડી રઘુવંશી સમાજના હોવા ફરજીયાત છે. દરેક ખેલાડીએ પોતાની સાથે ૩-પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, જન્મના આધાર પુરાવા, ડ્રાઇવીંગ લાયસન્સ, ચુંટણીકાર્ડ, જેમાં આધાર કાર્ડ ફરજીયાત સાથે લાવવું. જેમાં દરેક ખેલાડીએ પોતાની જેવી કે, બોલર, બેસ્ટમેન, વિકેટકીપર જેવી વિભાગનું અલગ અલગ સીલેકશન કરવાનું હોય તો તે રીતે પોતાની ઓળખ આપી તેમાં રજીસ્ટ્રેશન કરાવી લેવા યાદી જણાવે છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોહાણા મહાપરિષદના રમતગમત સમિતિના ચેરમેનશ્રી પિયુષભાઈ મજીઠીયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રોહિતભાઈ  અનમ, રાષ્ટ્રીય મંત્રીશ્રી પ્રકાશભાઈ ઠકરાર, રાષ્ટ્રીય સંયુકત મંત્રીશ્રી પિયુષભાઈ કુંડલીયા, રાષ્ટ્રીય સહમંત્રીશ્રી ગીરીશભાઈ મોનાણી, શ્રી લોહાણા મહાપરિષદના ટ્રસ્ટીશ્રી વિણાબેન પાંધી, ટ્રસ્ટીશ્રી નિતીભાઈ રાયચુરા, લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર વિભાગના ઉપાધ્યક્ષ સુરેશભાઈ ચંદારાણા, લોહાણા મહાપરિષદના સંયુકત મંત્રીશ્રી કાશ્મીરાબેન નથવાણી, સંયુકત મંત્રીશ્રી મિતલભાઈ ખેતાણી, લોહાણા મહાપરિષદના રમતગમત સમિતિના સૌરાષ્ટ્ર વિભાગના ઉપાધ્યક્ષ શ્રી હેંમતભાઈ લાખાણી, મંત્રીશ્રી જયેશભાઈ માંડવીયા, રાજકોટ જીલ્લાના ઉપાધ્યક્ષ પરેશભાઈ તન્ના, જીલ્લાના ખજાનચીશ્રી જીમ્મીભાઈ દક્ષિણી, જીલ્લા મંત્રીશ્રી ધવલભાઈ કકકડ, જીલ્લા સહમંત્રીશ્રી મોહિતભાઈ રાજાણી  તથા આ ટુર્નામેન્ટનું સિલેકશન કરવા માટે શ્રી સંદીપભાઈ જોબનપુત્રા (જોલીભાઈ)  તથા મહાપરિષદના અન્ય હોદેદારોની ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લાની ટીમનું સિલેકશન માટેની જહેમત ઉઠાવી રહ્યા છે.

સિલેકશનનું સ્થળ : ક્રિકેટ ગ્રાઉન્ડ, બાલભવન, રેસકોર્ષ, રાજકોટ.

રાજકોટ - શ્રી પરેશભાઈ તન્ના - મો.૯૮૨૪૦ ૧૦૭૮૮

રાજકોટ - શ્રી ધવલભાઈ કકકડ - મો.૯૮૨૪૨ ૧૦૪૫૧

રાજકોટ - શ્રી મોહિતભાઇ રાજાણી - મો.૯૩૭૪૦ ૭૪૦૨૦

(3:54 pm IST)