Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

કિસાનોની તમામ મુશ્કેલીઓમાં સરકાર સહયોગી બની : કોરાટ

રાજકોટ,તા.૧૦: ગુજરાતને ચાલુ સાલમાં કુદરતે વરસાદની મેહર કરી. સાથે-સાથે બીજેપી સરકારે ૨૦ વર્ષમાં મહત્તમ સિંચાઈ સ્ટ્રકચર બનાવેલ છે તે પણ છલો છલ ભરાઈ   ગયા એટલુ નહિં તીડ આક્રમણ, અતિ વૃષ્ટિ, પર હોનારત, પાકમાં રોગ અને ઉત્પાદનના નીચા ભાવની સમસ્યામાં પણ રૂપાલી સરકારે કિસાનોને તાત્કાલિક સહાયો કરી ગુજરાતમાં રેકોર્ડ સ્થાપિત કર્યા હોવાનું જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ વિજયભાઈ કોરાટે જણાવ્યું છે.

સરકારનું ખેતી અન્વયેની જરૂરિયાતનું ઝડપી આયોજન અને કુદરતની મહેરથી ગુજરાતનો કૃષિ વિકાસ દર દેશમાં સૌથી ઊંચા રહેશે. કિસાનો માટેની રેકોર્ડ સ્થાપિત કામગીરી એ પ્રસ્થાપિત કર્યું છે કે શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર કિસાન માટે અને કિસાનો સાથે છે. તેમ આભાર અને અભિનંદન પાઠવતા વિજયભાઈ કોરાટ (મો. ૯૮૯૮૭-૦૦૦૫૦) એ જણાવેલ છે.

(3:53 pm IST)