Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

માધવ ગ્રુપ- જય મોગલ ગ્રુપ દ્વારા રવિવારે રકતદાન કેમ્પ

રાજકોટ,તા.૧૦: શહેરના ભગવતીપરામાં આવેલ માધવ ગ્રુપ તથા જય મોગલ ગ્રુપ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રેડક્રોસ બ્લડબેંકના સહયોગથી કરવામાં આવેલ છે.તા.૧૨ રવિવારના રોજ સવારે ૮ વાગ્યાથી ભગવતીપરા મેઈન રોડ, આંગણવાડી (યાદવ પાન) પાસે આવેલા રાધાકૃષ્ણ મંદિર ખાતે આયોજીત રકતદાન કેમ્પમાં ૫૦૦ થી વધુ રકતની બોટલ એકત્ર થશે. તેમ યુવા કાર્યકરોએ જણાવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માધવ ગ્રુપ, જય મોગલ ગ્રુપ તેમજ અન્ય સંસ્થાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:51 pm IST)