Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

પૂ.ડુંગરસિંહજી સ્વામી અને પૂ. દેવજીસ્વામીના સમયના પ્રેમભર્યા સંબંધો બંને સંપ્રદાયના સંતોએ આજ પર્યંત જાળવ્યા છેઃ પૂ. પારસમુનિ

રાજકોટઃ તા.૧૦, ગોંડલ સંપ્રદાયના  મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય સદગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા. તા.૮/૧ના માંડવી જૈન આશ્રમ પધાર્યા. જયાં આજ સુધીમાં ૩૭૦૦ વૃધ્ધોએ ૭૦ વર્ષમાં લાભ લીધો છે. વૃધ્ધ અશકત અને માનસીક બિમાર વ્યકિતઓને ખુબ શાતા પમાડવામાં આવે છે.

માંડવી જૈન આશ્રમથી પૂ.ગુરૂદેવ રાષ્ટ્રના મહાન સપુત ક્રાંતિવીર પંડીત શ્રી શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક માંડવી કચ્છમાં પધારેલ લંડનમાં તેમણે 'ઇન્ડિયા હાઉસ'ની સ્થાપના કરી અને ભારતની સ્વતંત્રતા માટે પોતાના લખાણ તેમજ 'ઇન્ડિયન સોસીયોલોજીસ્ટ' નામના સામાયીક દ્વારા પ્રચાર કર્યો. આ સ્મારક વર્તમાન પેઢી માટે પ્રેરણારૂપ છે.

વિજય વિલાસ પેલેસ માંડવી પધારતા ત્યાંના કાર્યકર્તાઓ અને ગઢવી બંધુઓએ પૂ. ગુરૂદેવનું ભાવભર્યું સ્વાગત કર્યું. સમગ્ર મહેલ પૂ. ગુરૂદેવને બતાવ્યો ૯૦ વર્ષ જુની લંડનથી આવેલ હાથેથી ચલાવવામાં આવતી લીફટ પણ જોઇ જે વર્તમાન સમયે અલભ્ય છે.

 વિજય વિલાસ પેલેસથી શિવમસ્તુતીર્થ પર્ધાયો. ત્યાં પૂ. પૂર્ણભદ્ર મ.સાહેબે સ્વાગત કર્યું. માંડવીમૉ  પૂ. દેવજીસ્વામી ગાદી ઉપાશ્રયમાં જ સ્થિરતા કરી ગોંડલ સંપ્રદાયના નિદ્રાવિજેતા ગચ્છ સંસ્થાપક પૂ. આચાર્ય દેવ પૂ. ડુંગરસિંહજી સ્વામી અને કચ્છ આઠ કોટી મોટી પક્ષ સંપ્રદાય સંસ્થાપક પૂ. દેવજીસ્વામી બંનેને એકબીજા પ્રત્યે અત્યંત લાગણી પ્રેમભાવ ભર્યો વ્યવહાર હતો. પૂ. દેવજીસ્વામીએ ગોંડલમાં પૂ. ડુંગરસિંહ સ્વામીની આજ્ઞાથી બે ચાતુર્માસ કર્યો હતા. વિ.સ. ૧૮૬૮ વિ.સ. ૧૮૭૪ એમ બે ચાર્તુમાસ ગોંડલમાં આઠ કોટી મોટી પક્ષના પૂ.દેવજીસ્વામીએ કર્યા. પૂજય દેવજી સ્વામી જુનાગઢ, વેરાવળ, દિવબંદર પણ પધારેલ.

ગોંડલ સંપ્રદાય સંસ્થાપક આચાર્ય પૂ. ડુંગરસિંહજી સ્વામીને વિ.સ.૧૮૪૫ મહાસુદ પાંચમના આચાર્ય પદવી પ્રાપ્ત થઇ પછી પૂ.   દેવજી સ્વામીની દીક્ષા થયેલ. વિ.સ. ૧૮૪૫ જેઠ વદ ત્રીજના મુંદ્રામાં પિતા-પુત્રને પૂ. કૃષ્ણજીસ્વામીએ દીક્ષા આપેલ.

પૂ. દેવજીસ્વામીના વિ.સ.૧૮૭૪ના ગોંડલ ચાતુર્માસમાં કચ્છ મુંદ્રાથી નગર શેઠ સુશ્રાવક શ્રી દેવકરણ શામજી શાહ તથા તેમના સદગુણી ધર્મપત્નિ કાનબાઇ સંઘ  લઇને ગોંડલ આવેલ તથા અંજારના સુશ્રાવક શ્રીલાધાશાહ અને તેમના ધર્મપત્નિ તેમજ માંડવીના શાહ સોદાગર શ્રી વાઘજી સંઘ લઇને ગોડલ પધારેલ કચ્છથી વહાણમાં જોડીયા બંદરે ઉતરેલ અને ત્યાંથી બળદગાડામાં સંઘ ગોંડલ પહોંચેલ તેમનું વાજતે ગાજતે સ્વાગત કરી ગોંડલ સંઘે સાધર્મીક ભકિત કરેલ. ગોંડલ સંઘના આતિથ્ય સત્કારથી ખુસ થઇને આ ત્રણેય શ્રાવકોએ નવજાતના જમણ કરાવેલ અને ઘરે ઘરે એક-એક રૂપિયાની લ્હાણી કરેલ. તેમજ ગોંડલ નવાગઢ સંઘને સારી દાન રાશિ અર્પણ કરેલ.

માંડવી ગાદી ઉપાશ્રયમાં ગોંડલ સંપ્રદાયના સંતનું પ્રથમવાર પદાર્પણ થયુ અને પ્રથમવાર પ્રવચન થયું. સંઘ પ્રમુખ નાનુભાઇ ચોત્રીસવર્ષથી પ્રમુખપદે છે. સંઘની ખુબ સારી સેવા કરી રહયા છે.

પ્રવચનમાં પૂ. ગુરૂદેવે જણાવેલ કે જીવનમાં બે વસ્તુ વ્યકિતને સુખી કરે છે.  પહેલુ જતુ કરતા શીખી લો (લેટ ગો), બીજુ સમાધાન વૃતિ (કોમ્પ્રોમાઇસ), જીવનમાં બે વસ્તુ વ્યકિતને દુઃખી કરે છે. પહેલુ જીદ અને બીજુ અભિમાન યાદ રાખજો કે તમારૂ સ્મિત એ જ તમારો લોગો છે. તમારૂ વ્યકિતત્વ તમારૂ (business card) બીઝનેસ કાર્ડ છે, અને તમે જે રીતે બધાની સાથે વર્તો છો  ને એ તમારો ( દ્દર્શ્વીફુફૂ ર્ૃીશ્વત્ત્) ટ્રેડમાર્ક છે. પૂ. ગુરૂદેવના પ્રવચનથી પ્રભાવીત થઇ સકલ સંઘે પુરો શેષકાળ લાભ આપવા વિનંતી કરી.

માંડવીથી વિહાર કરી દુર્ગાપુર - નવાવાસ પધાર્યા ત્યાં અચલગઢ ઉપાશ્રયમાં ભરતભાઇ વીરા આદિએ ખુબ સુંદર વ્યવસ્થા કરી ગજરાજ પરિવાર કમલેશભાઇ આદિ દર્શને પધારેલ.

(3:48 pm IST)