News of Friday, 10th January 2020
રાજકોટ, તા. ૧૦ : વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના હટકે નાટકો માટે રાજકોટવાસીઓ હવે જાગૃત થતા જાય છે જે સાબિત થાય છે ટિકિટ બુકિંગના આંકડાઓ પરથી તા. ૨૦ જાન્યુઆરી એ હેમુગઢવી હોલ મિનીમાં થવા જઈ રહ્યા ટોટલી એકસપેરિમેન્ટલ હિન્દી પ્લે જાવેદા માટે રાજકોટવાસીઓ એ ૫૦% જેટલું બુકિંગ તો નાટક ના ૧૨ દિવસ પેહલા જ કરાવી લીધું છે ! આ જ દેખાડે છે કે રાજકોટ વાસીઓ ખરા કળા પ્રેમી છે અને સારી કળાનું સ્વાગત કરવા માટે હંમેશા તત્પર રહે છે.
નાટકના નામ , પાત્રોના નામ , લેખક, કથાવસ્તુ વગેરેને લઈને વિદેહી એન્ટરટેઇનમેન્ટના કુ. દેવલ વોરાને ઘણા જિજ્ઞાસુઓ પૂછી રહ્યા છીએ ત્યારે દેવલ વોરા જણાવે છે કે નાટક એક અત્યંત રોમાંચક બોલ્ડ લવ સ્ટોરી ધરાવતું હિન્દી નાટક - જાવેદા છે,જાવેદાનો અર્થ કોઇ યુવતીનું નામ એવું નથી થતો અહીં, અહીં જાવેદાનો અર્થ ઉર્દુ ભાષા મુજબ ચ્દ્દફૂશ્વઁર્ીશ્ર એટલે કે શાશ્વત એવો થાય છે. અહીં પ્રેમ શાશ્વત છે એ મતલબની કહાની છે , આ કહાની પ્રેમ, ગુસ્સો, ભય, દુઃખ ના મિકસ ઇમોશનની સફર કરાવી તમને અંતે એ જણાવશે કે પ્રેમ તો આખરે રહેવાનો જ - બીજું કકંઈ કે કોઈ રહે કે ના રહે ! આ યાદગાર રીતે રજુ થયેલી કહાની કલ્પનાઓને વાસ્તવિક જગત સાથે જોડે છે. પ્રેમને વિશ્વના સૌથી શશકત શાસ્ત્ર અને શસ્ત્ર તરીકે સ્થાપિત કરતી એક હૃદયસ્પર્શી કહાની એટલે જાવેદા. સમાજ આવી પ્રેમકહાણીઓ ને સરળતાથી સ્વીકારતો નથી પરંતુ કદાચ એટલે જ પ્રેમ બળવત્ત્।ર બને છે , હંમેશા ટકી રહે છે.
ભારતભરમાં જાવેદાના ૨૫ જેટલા શો થઇ ગયા છે, દિલ્હી , રાજસ્થાનના વિવિધ શહેરો, મુંબઈ અને અમદાવાદમાં આ નાટક ખુબ વખણાયું છે. નાટક તમારી પ્રેમ વિશેની સ્થાપિત માન્યતાઓને ચેલેન્જ કરતું , એક જ સમયે અચંભિત કરીને રડાવી દેતું તો કલાકારો ની ડાયલોગ ડિલિવરીના ટાઈમિંગ ને કારણે અને ખુબ સરસ કેમેસ્ટ્રીના કારણે હસાવી દેતું એકસપેરિમેન્ટલ નાટક છે. નાટકમાં કોઈ પણ કલાકાર ૨૪ વર્ષથી મોટો નથી ! અને આજનું યંગ ટેલેન્ટ પોતાના જન્મ પહેલાના સળગતા મુદ્દાઓને લઈને પણ આવું તલસ્પર્શી નાટક કરી, લખી , ભજવી શકતું હોય તો તેમના વાંચનને ખરેખર દાદ દેવી ઘટે. નાટકના લેખક, દિગ્દર્શક શ્રી નવલદીપસિંઘ અરોરા માત્ર ૨૨ વર્ષના છે પરંતુ કેટલીક યાદગાર વાઇરલ કવિતાઓ ના રચયિતા છે જેમના વિષે આગામી દિવસો માં વધુ જાણીશું. નાટકનો એક માત્ર શો ,૨૦ જાન્યુઆરી, સોમવાર, રાત્રે ૯.૩૦ કલાકે, હેમુ ગઢવી હોલ (મીની), રાજકોટ ખાતે છે. અને ૫૦ ટકા જેટલું બુકીંગ તો થઇ પણ ગયું છે , તો ફટાફટ તમારી ટિકિટ બુક કરાવવા માટેકોલ કરો : ૯૦૨૩૨૮૨૪૦૭.
વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના આ પ્રયોગમાં વિકાસ ગેસ સ્ટવ , કાઠિયાવાડી સ્વાદબંધુ, પરીન ટાટા મોટર્સ, પરીન ફર્નિચર, ગોકુલ હોસ્પિટલ ,વિજય ઇલેકટ્રોનિકસ અને સ્નેક બાઈટ - લીમડા ચોક અને કલાદર્પણનો પણ સહકાર મળેલ હોવાનું યાદદીમાં જણાવાયુ છે.