Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

હસતા હસતા પરીક્ષા આપો : વિદ્યાર્થીઓ માટે રવિવારે ડો. અરોરાનો 'સંજીવની સેમીનાર'

રાજકોટ તા. ૧૧ : પરીક્ષાઓ નજક આવતા જ વિદ્યાર્થીઓ હતાશ થઇ જતા હોય છે. ત્યારે હસતા હસતા પરીક્ષા કઇ રીતે આપવી તે અંગે માર્ગદર્શન અર્થે આગામી રવિવારે ડો. વિકાસ અરોરાનો 'સંજીવની સેમીનાર' આયોજીત થયો છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે તા. ૧૨ ના રવિવારે સાંજે ૪ વાગ્યે 'જય પાર્ટી પ્લોટ', નાના મૌવા સર્કલ ખાતે ધો. ૮ થી ૧૦ ના કોઇપણ વિદ્યાર્થીઓ માટે સંજીવની સેમીનાર ગોઠવવામાં આવ્યો છે. જેમાં મોટી વેશનલ સ્પીકર ડો. વિકાસ અરોરા, ન્યુરો ફીઝીશ્યન ડો. કેતન ચુડાસમા, ગુજરાત બોર્ડ ફર્સ્ટ જીગર ભવન ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

ઉપરાંત એનસીઇઆરટી બુકના અનુવાદકો પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને  જરૂરી ટીપ્સ આપશે. ઉપસ્થિત દરેક વિદ્યાર્થીઓને એમ.આર.આઇ. અને એસ.આર.આઇ. ગીફટ અપાશે.

વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં સેમીનારનો લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે સેમીનારની વિગતો વર્ણવતા અલ્પેશ જોષી (મો.૮૭૮૦૬ ૦૯૪૫૨) અને જીતેશ આશ્નાની (મો.૯૭૨૫૫ ૯૮૧૬૮) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:46 pm IST)