Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

શિયાળામાં આરોગ્યપ્રદ ગણાતી ચીકી : રાજકોટમાં મોટાપાયે ઉત્પાદન

રાજકોટ : શિયાળામાં શરીરને ગરમાવો આપતી વાનગીઓમાં ચીકીને પણ આરોગ્યપ્રદ ગણવામાં આવે છે. ખાંડ અને ગોળમાંથી શીંગ, તલ, દાળીયા, સુકા ટોપરામાંથી ચીકી તૈયાર થાય છે. એજ રીતે તલ મમરાના લાડુ તેમજ સાની, કચરીયુ તૈયાર કરવા રાજકોટની બજારો ધમધમી ઉઠી છે. રાજકોટની ચીકી એટલી વખણાય છે કે રાજય બહાર પણ તેની ભારે ડીમાન્ડ રહે છે. તસ્વીરમાં ધમધમતા તાવડા અને ચોસલા પાડીને ચીકી તૈયાર કરવાની ચાલી રહેલ કામગીરી નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:45 pm IST)