Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

રાજકોટની પ સબરજીસ્ટ્રાર કચેરી ૭ કરોડના ખર્ચે મોડલ ઝોન બનશે : બે મામલતદાર કચેરીમાં ખસેડાશે

હાલનો મુખ્ય નોંધણી ભવન ત્રણ માળનો બનશે : પહેલા માળે ઝોન ૧-૨-૮ બેસશે

રાજકોટ તા ૧૦  : ગુજરાત સરકાર રાજકોટને એક પછી એક સુવિધા આપી રહી છે, હાલ ભાડામાં બેસતી પાંચ સબરજીસ્ટ્રાર કચેરીને અદ્યતન બનાવવા અંગે સરકારે નિર્ણય લીધો છે.

હાલ સબજીસ્ટ્રાર વેન ૩-૪-૫-૬-૭ ધર્મેન્દ્ર કોલેજમાં કાર્યરત છે, તેમાંથી ઝોન ૩,૪,૫ ને પશ્ચિમ મામલતદાર કચેરીમાં બેસાડશે, જયારે ઝોન ૬,૭ જે દક્ષિણ મામલતદાર કચેરીમાં બેસાડાશે.

ઉપોરોકત પાંચેય ઝોનને મોડલ સબરજીસ્ટ્રાર ઝોન કચેરી બનાવવા સરકારમાં ૭ કરોડના ખર્ચે દરખાસ્ત થઇ છે, પ્લાન-નકશા સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પને મોકલી દેવાઇ છે.

આ ઉપરાંત હાલનું જે મુખ્ય નોંધણી ભવન જુની કલેકટર કચેરીની બાજુમાં આવેલું છે, તેમાં વધુ બે માળ બનાવાશે, જે માટે ૩ કરોડની ગ્રાંટ આવી ગઇ છે.

પહેલા માળે ઝોન ૧,૨,૮ નો બેસાડાશે, જયારે બીજા ત્રીજા માળે અદ્યતન રેકર્ડ-સ્ટ્રોંગ રૂમ રહેશે.

(3:42 pm IST)