Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

બાલાજી હોલ પાસે પૈસાની લેતીદેતીમાં વિમા કંપનીના મેનેજર પ્રકાશભાઇ પર હુમલો

રાજકોટ તા. ૧૦: મવડી ૧૫૦ રીંગ રોડ પર આદિત્ય પાર્કમાં રહેતાં અને વિમા કંપનીમાં કામ કરતાં પ્રકાશભાઇ રમેશભાઇ ધામેલીયા (વાળંદ) (ઉ.વ.૩૪)ને સાંજે આઠેક વાગ્યે બાલાજી હોલ પાસે રવેચી ચા પાસે કરણ બોરીચા, પ્રદિપ અને બીજા અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકા-ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણવા મળ્યા મુજબ પ્રકાશભાઇએ અગાઉ આરોપીઓને પૈસા આપ્યા હતાં અને તેની સામે તે લોકોએ ચેક આપ્યો હતો. આ ચેક પાછો આપી જવા અને પૈસા લઇ જવાની વાત કરવાના બહાને સાંજે પ્રકાશભાઇને રવેચી ચા પાસે બોલાવાયા બાદ ઝઘડો કરી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:00 pm IST)