Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

કોંગ્રેસની વિકૃત રાજનીતિ પર ભાજપની વિકાસની રાજનીતિ ભારે પડશે

કોંગ્રેસની નિમ્ન કક્ષાની રાજનીતિ ભારતીય લોકશાહી માટે દુર્ભાગ્યપૂર્ણ : કોંગ્રેસ-ડાબેરીઓ નફરત અને હિંસા રાજનીતિની રમવાનું બંધ કરે : રાજુભાઈ ધ્રુવ

રાજકોટ : નાગરિકતા કાયદાનાં દેખાવો વખતે શાહઆલમમાં પોલીસ ઉપર બર્બરતાભર્યો હુમલો અનેઙ્ગ એબીવીપીના કાર્યાલય પર જઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા ઉશ્કેરાટ-તોફાનો ફેલાવીને ગુજરાતની શાંતિ, એકતા અને વિકાસની ઓળખને નુકશાન પહોંચાડવાનું કાર્ય કોંગ્રેસ કરી રહી છે એવું જણાવતા રાજુભાઈ ધ્રુવે કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ પ્રજાલક્ષી મુદ્દા જ નથી એટલે રાષ્ટ્રહિતના મુદ્દામાં અફવાઓ ફેલાવીને કોંગ્રેસ હિંસા ફેલાવવાનું કાર્ય કરી રહી છે. દેશમાં એક પછી એક બની રહેલા દ્યટનાક્રમ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, કોંગ્રેસ દેશમાં ઉશ્કેરાટ, તોફાન અને હિંસા ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાત સહિત દેશભરમાં જયાં-જયાં હિંસક પ્રદર્શન-આંદોલન થઈ રહ્યાં છે ત્યાં કોંગ્રેસનાં કાર્યકરો જ જોવા મળી રહ્યાં છે. છેલ્લા કેટલાંક સમયથી કોંગ્રેસ અને ડાબેરીઓનું એકમાત્ર લક્ષ્ય સરકારની કામગીરીનાં વિરોધની આડમાં આમ લોકોમાં ભય ફેલાવીને તેમને મારવા, ફસાવા, હેરાન, પરેશાન કરવાનું છે જેથી દેશમાં અરાજકતાનું વાતાવરણ ઉભું થાય. કોંગ્રેસની નિમ્ન કક્ષાની રાજનીતિ ભારતીય લોકશાહી માટે દુભાગ્યપૂર્ણ હોવાનું ભાજપ પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવે એક યાદીમાં જણાવ્યુ છે.

એક તરફ કોંગ્રેસ રાષ્ટ્રની સંપત્ત્િ। અને નાગરિકોને નુકસાન પહોચાડી રહી છે ત્યારે બીજી તરફ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ રાષ્ટ્રહિતમાં અને રાજયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રજાહિતના નિર્ણાયક બનીને ઝડપી નિર્ણયો લઈ રહ્યાં છે તેની જનતા સાક્ષી છે. ૨૦૧૯ લોકસભા ચૂંટણી બાદ વિક્રમજનક બહુમતી સાથે વિજયી બનેલું ભાજપ તેમના સંકલ્પપત્ર અનુસાર એક પછી એક રાષ્ટ્રહિતનાં કાર્યો, કાયદાઓ અને યોજનોનો અમલ શકય બનાવી રહી છે. જેથી કોંગ્રેસ અને ડાબેરીઓનાં પેટમાં તેલ રેડાયું છે. હતાશ-નિરાશ બની ગયેલા કોંગ્રેસીઓ-ડાબેરીઓ પાસે હવે સરકારનો વિરોધ કરવા મુદ્દા છે જ નહીં એટલે તેઓ અફવાઓ ફેલાવી અરાજકતા ફેલાવે છે. હાલમાં જ કોંગ્રેસશાસિત રાજય રાજસ્થાનના બાળકોના મૃત્યુ અંગેના સમાચારો અને ત્યાંના મુખ્યમંત્રીશ્રી અશોક ગહેલોતના અસંવેદનશીલ નિવેદનોને કારણે રાષ્ટ્રીય મીડિયામાં કોંગ્રેસ બદનામ થઈ રહી હતી. તેથી રાતોરાત ગુજરાતમાં બાળકોના મૃત્યુનો મુદ્દો ચગાવવા કોંગ્રેસે પ્રયાસ કર્યો અને ખોટી આંકડાકીય માહિતી સાથેની અફવાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. જેએનયુ મુદ્દો હોય કે અન્યઙ્ગ મુદ્દો હોય સમજયા વગર કોઈપણ મુદ્દેઙ્ગ બોલીવુડનાંઙ્ગ બે-પાંચ કલાકારોનું નાટક હોય.. ખેડૂત રાહત પેકેજ હોય કે ટ્રાફિક નિયમોની અમલવારી.. સરકારી પરીક્ષાઓ-ભરતી હોય કે પછી સીએએ-એનઆરસી.. કેન્દ્ર-રાજયની ભાજપ સરકારનાં રાષ્ટ્રહિત ના પગલાઓ અંગે વિરોધ કરતા થોડા લોકો ની સામે ભાજપ સરકાર સાથેઙ્ગ સમર્થનનો સૂર અને સંખ્યા દ્યણી મોટી છે. જનતા નરેન્દ્રભાઈ, અમિતભાઈ, વિજયભાઈ સાથે છે.

કોંગ્રેસ-ડાબેરીઓએ નફરત અને હિંસાની રાજનીતિ રમવાનું બંધ કરવું જોઈએ એવું રાજુભાઈ ધ્રુવે અંતમાં જાણાવતા કહ્યું હતું કે, કોંગ્રેસે પ્રજાલક્ષી, સેવાલક્ષી કે રચનાત્મક મુદ્દાઓને લઈને કયારેય કાર્યક્રમો કર્યાં નથી. કાયમી ધોરણે કોંગ્રેસે વેરઝેર અને અશાંતિ ફેલાવવાનાં કાવતરા જ રચ્યા છે. કોંગ્રેસ સત્ત્।ામાં રહીને તો બદનામ હતી જ હવે વિપક્ષમાં રહીને પણ બદનામ થઈ ચૂકી છે.

(11:33 am IST)