Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

રાજકોટ ઠંડા... ઠંડા... કૂલ...કૂલ... ૯.૯ ડિગ્રી

ફૂંકાતા બર્ફીલા પવન અને ઠાર વચ્ચે શહેરીજનો ઠુઠવાયા : આવતીકાલ સુધી ઠંડીનું જોર રહેશે, બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી પવનની દિશા બદલાશે

સર્વત્ર ઠંડીથી વાતાવરણ ટાઢુબોળ : રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડીના કારણે લોકો ઠુંઠવાઇ રહયા છેઅને વાતાવરણ ટાઢુબોળ થઇ ગયું છે અને લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઇને ઠંડીથી બચવા  પ્રયત્ન કરે છે જે તસ્વીરમાં નજરે પડેછે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 

રાજકોટ, તા. ૧૦ : છેલ્લા બે ત્રણ દિવસથી કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. લોકો ઠંડીમાં ઠુઠવાઇ રહ્યા છે. હજુ ૨૪ કલાક ઠંડીનો દોર રહેશે ત્યારબાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી પવનની શિા બદલાશે જેથી ઠંડીમાં રાહત મળશે.

ઉત્તર ભારતમાં થઈ રહેલ ભારે હિમવર્ષાના પગલે તેના બર્ફીલા પવનોની અસરથી સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ઉત્તરના ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. ગઈકાલની જેમ આજે પણ સૌરાષ્ટ્રના અનેક સેન્ટરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે.

દરમિયાન રાજકોટ શહેરમાં પણ ફૂંકાઈ રહેલા ઠંડા પવનો વચ્ચે અસહ્ય ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. લોકો દિવસભર ગરમ વસ્ત્રોમાં જ જોવા મળી રહ્યા છે. રાત્રીના સમયે પણ લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળતા જોવા મળે છે. એકાદ દિવસ બાદ ઠંડીમાં રાહત મળવાની સંભાવના રહેલી છે.

 

(12:59 pm IST)