Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

શનિવારે કિશોરદાના ન સાંભળેલા ગીતો પીરસાશે

સુનિલ ગઢીયા અને અશ્વિની મહેતા સાથે ગાયકો કંઠનો જાદૂ પાથરશેઃ અનોખી સ્ક્રીપ્ટ

રાજકોટ,તા.૧૦: કિશોરકુમારના ચાહકો માટે તા.૧૨ના શનિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે, શાર્પ, પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયારોડ ખાતે એક અનોખી સ્ક્રીપ્ટ સાથેના શાનદાર કાર્યક્રમનું આયોજન થયેલ છે.

આ કાર્યક્રમમાં રાજકોટના જ કલાકાર સુનીલ ગઢીયા તેમજ અશ્વિની મહેતા કલાકાર મિત્રો સાથે તેમના કંઠનો જાદુ ફેલાવશે.

સુનીલ ગઢીયા છેલ્લા ૩૨વર્ષથી રાજકોટ ઉપરાં ત અમદાવાદ, દિલ્લી, કલકત્તા, મુંબઈ જેવા શહેરોમાં કિશોરદાના ગીતો રજુ કરે છે.

કોલકત્તામાં વેસ્ટ બેંગાલના સ્પોર્ટસ મિનિસ્ટર તેમજ ફોર્મર ક્રિકેટર શ્રી લક્ષ્મી રતન શુકલાની કિશોરકુમાર ફેન કલબમાં છેલ્લા બે વર્ષેથી ત્યાંના સીનીયર મિનિસ્ટર શ્રી આરૂપ રોયના હસ્તે ગુજરાતી હોવા છતા કિશોરકુમારના બંગાળી ગીતોને આબેહુબ રજૂ કરીને બબ્બે વખત એવોર્ડ મેળવી શ્રી સુનીલ ગઢીયાએ ગુજરાત તેમજ રાજકોટનું ગૌરવ વધાર્યુ છે.

દિલ્લીમાં કાર્યરત કિશોરકુમાર મેમોરિયલ કલબ છેલ્લા દસ વર્ષથી સુનીલ ગઢીયાને નિયમીત દરેક કાર્યક્રમમાં આમંત્રણ આપતા હોવાનું જણાવાયું હતું.

આ કાર્યક્રમમાં દિલ્લીથી ''કિશોરકુમાર મેમોરીયલ કલબ''ના ફાઉન્ડર પ્રેસીડેન્ટ કમલ ધીમાન તેમજ મુંબઈમાં કાર્યરત અદ્ભુત પંચમ ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ હિમાંશુ હારે હાજરી આપશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વર સાધના ગ્રુપના પ્રો.એચ.પી.પટેલ, અરૂણભાઈ શીશાંગીયા અને ઓરકેસ્ટ્રા ગ્રુપના હિતેશ મહેતા, દર્શીતા કાચા, તેમજ રાજુભાઈ ત્રીવેદી વગેરેનો સહકાર મળેલ છે. આ કાર્યક્રમ અંગે વધુ વિગતો માટે મો.૯૮૨૪૦ ૮૮૫૭૭ / ૯૪૨૭૨ ૨૩૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:52 pm IST)