Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

એ.જી. સ્ટાફ કવાર્ટર માં પેવર રોડ : કામનો પ્રારંભ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૦ના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસકાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યુનિવર્સિટી રોડ પર આવેલ એ.જી. સ્ટાફ કવાર્ટરમાં વેપર રોડનું ખાતમુહુર્ત મેયર બીનાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઇ ભોરણીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, ભાજપ અગ્રણી મહેન્દ્રસિંહ ચુડાસમા, રાજભા વાઘેલા, ડી.કે. ઘોષ, વિપુલભાઇ જાની, સ્થાનિક રહેવાસીઓ ધર્મિષ્ઠાબેન રામાનુજ, બહેનબા ખાચર, હીરાબેન બવસીયા, સોનલબેન પરમાર, સોનુબેન આલોકભાઇ, મયંકભાઇ ચૌહાણ અને અક્ષયભાઇ જાની ઉપસ્થિત રહ્યા હતાં. (૮.૧૪)

(3:37 pm IST)