Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

કાલે સહકાર ભારતી સ્થાપના દિન વિના સહકર નહીં ઉદ્ધાર, ''વિના સંસ્કાર નહી સહકાર સહકારની આ સાધના છે, તું તપસ્વી બનતો જા સંસ્કારની આ પુણ્યભૂમિમાં, સેવા નિરંતર કરતો જા

ભારતીય જીવન દર્શનનો અમર આત્મા, ભારતીય સંસ્કૃતીનો અમર વરશો, ભારતીય જીવનો સંજીવ મંત્ર- સહકારી પ્રવૃતિ એટલે સ્વેચ્છાએ સમાનતાના ધોરણે પ્રમાણિક પણે ઉભુ કરેલું સંગઠન કે જેના દ્વારા સમાન જરૂરીયાતો સંતોષવા આર્થિક પ્રવૃત્તિઓ કરવામાં અને જેનુ સંચાલન લોકશાહી ઢબે કરવામાં આવે જે સહકાર ભારતમાં પ્રાચીનકાળથી ચાલી આવતી સમાજ અર્થ વ્યવસ્થાની પદ્ધતિ છે. ઋગ્વેદમાં પણ સહકારિતાના મંત્ર પણ છે.

ત્યારબાદ બ્રિટીશકાળ દરમ્યાન ૧૯૦૪માં સહકારી કાયદા દ્વારા એક ચોક્કસ વ્યાખ્યા આપવામાં આવી. આમ,૧૯મી સદીમાં યુરોપ, અમેરીકા, લંડનમાં સહકારી પ્રવૃતિની શરૂઆત થયેલ છે. ભારત ખેતી પ્રધાન દેશ છે, જો ગ્રામ્ય સમૃદ્ધ હશે તો શહેર સમૃદ્ધ થશે. પરંતુ ઘણા વર્ષો સુધી સહકારી પ્રવૃતિનો વિકાસ થયો, પરંતુ તેમાં વ્યકિતગત પેઢી થઈ ગઈ તેમાં ભ્રષ્ટાચાર, સરકારીકરણ થયેલ છે. જે દુર કરવાનો સમય આવી ગયેલ છે. જેમા કેવળ આર્થિક પ્રવૃત્તિ જ નહી, પરંતુ ઉત્તમ સેવાવ્રત સહકાર આપવો એ સ્વભાવમાં રહેવું જોઈએ. સહકાર આપણી સંસ્કૃતિમાં છે. સંપર્ક, સેવા, સમર્પણ સાથે ૧૯૭૮ના રોજ સ્વ.લક્ષ્મણરાવ ઈનામદાર (વકીલસાહેબ) દ્વારા સહકાર ભારતીના કાર્યનો પ્રારંભ થયો અને સહકારી સંસ્થાઓ ગ્રાહક સહકારી મંડળી, ખેતી વિષયક સહકારી મંડળી, ગૃહ નિર્માણ સહકાર સમિતિ, વેચાણ સહકારી મંડળીઓ, ઉત્પાદકોની સહકારી મંડળી, રૂપાંત સહકારી મંડળી, શાખા ધિરાણ સહકારી મંડળી, વિવિધ કાર્યકારી મંડળી, અન્ય સહકારી મંડળીઓને એક તાતણો બાંધીને આ નિષ્ઠાવાન, સમર્પિત કાર્યકરોમાં, સહકારીતાનો ભાવ જગાડી અને વ્યકિત નિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણના ઉદ્દેશ ''વિના સહકાર નહીં ઉદ્ધાર'', ''વિના સંસ્કાર નહી સહકાર'' દ્વારા વ્યકિતને સમાજ નિષ્ઠ અને સામજને રાષ્ટ્રનિષ્ઠ બનાવો છે. આજે સહકાર ભારતી એક અખિલ ભારતીય સંગઠન છે. સહકાર દ્વારા ગ્રામ વિકાસ થશે ત્યારબાદ રાષ્ટ્ર વિકાસ થશે. ચાલો વિશ્વમાં ભારતનો જય જય કાર કરીએ જય સહકાર દ્વારા.

જયેશ સંઘાણી,

મો.૯૪૨૮૨ ૦૦૫૨૦, મહામંત્રી સહકાર ભારતી રાજકોછટ

(4:36 pm IST)