Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

રાજકોટમાં નઝરાણુઃ ૧૦૦થી વધુ સુવિધા ધરાવતી એમરાલ્ડ કલબનો શુભારંભ

કુદરતી માહોલમાં બોલીંગ એલી, લેસર ટેગ, વર્ચ્યુઅલ ગોલ્ફની પ્રથમ કલબ

રાજકોટઃ એમરાલ્ડ કલબના પત્રકાર પરિષદમાં વિગતો આપતા સર્વેશસિંઘ, હિરેનભાઈ પારેખ અને રૂષિતભાઈ ધુલીયા નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૧૫)

રાજકોટ, તા. ૧૦ :. સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતુ રાજકોટ ચારેય બાજુએ ખૂબ વિકસી રહ્યુ છે, ત્યારે રાજકોટની ભાગોળે ૧૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય સુવિધા આપતી એમરાલ્ડ કલબનો શુભારંભ થયો છે.

પત્રકાર પરિષદમાં જનરલ મેનેજર સર્વેશસિંઘે જણાવ્યુ કે શહેરના નાગરીકોને તેમની જરૂરીયાત પ્રમાણેની શ્રેષ્ઠ અને અદ્યતન સુવિધાઓ પુરી પાડવાના ઉદ્દેશ્ય સાથે ધ એમરાલ્ડ કલબ - રિસોર્ટ, ઈવેન્ટસ અને સ્પા ખુલ્લુ મુકવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરના દેવદા રોડ ઉપર વિશાળ જગ્યામાં ફેલાયેલી એમરાલ્ડ કલબમાં લેટેસ્ટ ઈન્ડોરથી લઈને આઉટડોર ગેમ્સ, બર્થ ડે પાર્ટીથી લઈને ડેસ્ટિનેશન વેડિંગ સુધી, બાળકોથી લઈને તમામ વયના લોકો માટેની બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. એમરાલ્ડ કલબમાં ઈન્ટર કનેકટેડ સ્વિમીંગ પૂલ સાથે ચેમ્પરેચર કંટ્રોલ જાકુઝી અને બબલ પુલ એક વિશેષ આકર્ષણ છે. બે રેસ્ટોરન્ટ કે જેમાં એક લાઈવ કિચન સાથે અને બે કાફે જે સ્વાદપ્રેમી લોકો માટે યાદગાર બની રહેશે. શિરોધારા, આયુર્વેદિક અને સ્પાની સુવિધા ભારતની નામાંકીત કંપની દ્વારા ઉપલબ્ધ છે.

હિરેનભાઈ પારેખે જણાવ્યુ હતુ કે, ૬૪ લકઝરીયસ રૂમ્સ, બે પાર્ટી લોન્સ અને વિશાળ બેન્કવેટ હોલ્સ સાથે એમરાલ્ડ કલબ કોર્પોરેટ મીટ, ડેસ્ટિનેશન વેડિંગ, પ્રિ વેડિંગ, સગાઈથી લઈને રિસેપ્શન માટે સૌરાષ્ટ્રનું વિશેષ આકર્ષણ બન્યુ છે. સ્ટેટ ઓફ ધ આર્ટ આઉટડોર ગેમ્સ જેમાં ક્રિકેટ પીચ, વોલીબોલ કોર્ટ સાથે ગોલ્ફ એકેડેમી જ્યાં મીની ગોલ્ફ ઉપરાંત વર્ચ્યુઅલ ગોલ્ફ (ઓન બીગ સ્ક્રીન કે જેમાં તમે હકીકતની દુનિયાની સર્વશ્રેષ્ઠ ગોલ્ડ કોર્સ શીખી શકો છો) વિશેષમાં લેસર ટેગ અને બોલિંગ એલીની સુવિધા આપતું રાજકોટનું પ્રથમ કલબ એમરાલ્ડ છે. સિન્થેટીક બેડમિન્ટન ફોર્ટ, સ્કવોશ કોર્ટ, આર્કેડ, વિડીયો, ગેમ્સ અને ઘણુ બધુ ઉપલબ્ધ છે. નવીન પ્રકારની ગેમ્સ સાથે ખાસ બાળકો માટે વિશેષ એરીયા (ચાઈલ્ડ ફલોર) ઉપર બાળકો તેમની રીતે સ્વતંત્ર રીતે રમતની મજા માળી શકશે. અત્યાધુનિક મીની થિયેટર કે જેમાં તમામ રિફલાઈનર ચેર સાથે ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ છે. વર્લ્ડ કલાસ લાઈટ અને સાઉન્ડ સિસ્ટમ સાથેનું ડિસ્કોથેક કે વિશિષ્ટતા સાથે સૌરાષ્ટ્રમાં પ્રથમવાર એમરાલ્ડ કલબ રજુ કરે છે.

રૂશિતભાઈ ધુલીયાએ જણાવ્યુ કે, આ ઉપરાંત પુલ સ્નુકર, વેલ ઈકવીપ્ડ જિમ્નેશિયમ સાથે ૧૦૦થી પણ વધુ સુવિધાઓ એમરાલ્ડ કલબમાં સુંદર રીતે આકાર પામી છે. શહેરીજનો માટે કલબને ખુલ્લી મુકતા શ્રી રૂશિત ધુલિયા અને શ્રી હિરેન પારેખે જણાવ્યુ હતુ કે, રાજકોટમાં એક વિશાળ એરિયામાં અને તમામ સુવિધાઓથી સજ્જ કલબની જરૂરીયાતને ધ્યાનમાં લઈને એમરાલ્ડ કલબ ડિઝાઈન કરવામાં આવી છે. અહીં તમામ વયજુથના લોકો માટે કંઈક વિશેષ છે અને મિત્રો તથા પરિવારજનો ભેગા મળીને વિવિધ પ્રવૃતિઓ, સ્વાદિષ્ટ ભોજન, સ્પા, ગોલ્ફ તથા તમામ ઈન્ડોર અને આઉટડોર ગેમ્સની મજા માણી શકશે  તેવોે અમને વિશ્વાસ છે.

(4:31 pm IST)