Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ભાનુબેનના સમર્થકો દ્વારા વિજય સરઘસઃ મતદારોનો આભાર વ્‍યકત

રાજકોટઃ ૪ બેઠકમાં શાનદાર જીત બદલ ધારાસભ્‍ય શ્રીમતી ભાનુબેન બાબરીયાએ તમામ મતદારોનો આભાર વ્‍યકત કરેલ છે. આ જીત ભાજપના કાર્યકર્તાઓની મતદારોએ ભા.જ.પ. પર મુકેલા વિશ્‍વાસની અને વિકાસની જીત થઇ છે તેમ જણાવી આભાર વ્‍યકત કરેલ. દરમિયાન રાજકોટ શહેરમાં વોર્ડ નં. ૧૧, ૧ર, ૧૮ માં ભવ્‍ય સરઘસ કાર્યકર્તાઓ દ્વારા કાઢવામાં આવેલ. આ વિજય સરઘસમાં મેયર પ્રદિપભાઇ ડવ જી.પં. પ્રમુખ ભુપતભાઇ બોદર, કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ પ્રમુખશ્રીઓ, સામાજીક આગેવાનો, સહિત મોટી સંખ્‍યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

(4:21 pm IST)