Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

રાધનપુરના કાર્યકરો, ભાજપ મોવડી મંડળની મહેનત રંગ લાવી : લવિંગજી ઠાકોર

(જયંતીભાઇ ઠક્કર દ્વારા)પાટણ,તા.૯ : રાધનપુર વિધાનસભા બેઠક ઉપર વિજયી બનેલા ભાજપાના ઉમેદવાર લવિંગજી ઠાકોરે જણાવ્યું કે હું મારા રાધનપુર પંથકના કાર્યકરોની મહેનતના કારણે વિજયી બન્યો છું. મારા પર વિશ્વાસ મૂકી આ પંથકની સેવા કરવા ભાજપ મોવડી મંડળે મને ટીકીટ આપી ત્યારથી જ વિજય અપાવ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર કે મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં જે વિશ્વાસ મેળવ્યો છે તેના કારણે આજે  મારો વિજય થયો છે. હું રાધનપુર પંથકના સૌ કાર્યકરો મારા મતદાર ભાઇ-બહેનો અને ટેકેદારોનો ખૂબ ખૂબ આભાર માનું   છું અને આગામી પાંચ વર્ષ આ પંથકના વિકાસકામોને આગળ ધપાવવા પ્રયત્નશીલ રહીશ.

(4:20 pm IST)