Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

મનપા દ્વારા રેનબસેરા સંચાલન સંસ્થાના કર્મીઓને તાલીમ અપાઇ

રાજકોટ : મહાનગરપાલિકા અને દતોપંત ઠેંગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસબોર્ડ- શ્રમ અને રોજગાર મંત્રાલય- ભારત સરકારના ઉપક્રમે ઝ્રખ્ળ્-ફશ્ન્પ્ પંડિત દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત ઝ્રખ્ળ્-ફશ્ન્પ્ યોજના હેઠળ વિવિધ વોર્ડ વિસ્તારોમાં કાર્યરત ઘરવિહોણા લોકોના આશ્રયસ્થાનોનું સંચાલન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓના  પ્રતિનિધિ તથા કામગીરી સાથે સંલગ્ન કર્મચારીઓ માટે  હરીસિંહજી ગોહિલ વિભાગીય કચેરી વેસ્ટ ઝોન ઓફીસ   મહાનગરપાલિકા ખાતે તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું.  આ કાર્યક્રમમાં દતોપંત ઠેંગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડના એજ્યુકેશન ઓફિસર એચ.આર જરીયાએ ટ્રેનીંગ દરમ્યાન આશ્રયસ્થાન ખાતે આપવામાં આવતી વિવિધ સુવિધાઓનો લાભ આશ્રયસ્થાનમાં વસવાટ કરતા દરેક લાભાર્થીઓને મળી રહે તે હેતુ સિદ્ધ થાય તે માટે તમામ  પ્રયત્નો થકી સુદ્રઢ કામગીરી કરવા જણાવેલ હતું. આ તકે રાજકોટ મહાનગરપાલિકાના  પ્રોજેકટ શાખાના  પ્રોજેકટ ઓફિસર  કાશ્મિરા.ડી.વાઢેર દ્વારા સંચાલક સંસ્થાઓનાં  પ્રતિનિધિઓ, કેરટેકર, ચોકીદાર, સફાઈ કામદાર સહિતના કર્મચારીઓને સંસ્થા સાથે થયેલ કરાર અનુસાર દરેક કામગીરી ચોક્કસ થાય તથાઆશ્રયસ્થાન ખાતે નિભાવવામાં આવતા રજીસ્ટરો, વિઝીટ બુક, ભોજન વ્યવસ્થા,   આરોગ્યની સુખાકારી માટે  મેડીકલ કેમ્પનું આયોજન ઉપરાંત જાહેર સ્થળો વસવાટ કરતા લાભાર્થીઓને આશ્રયસ્થાન ખાતે પહોંચતા કરવા સહિતની કામગીરીમાં સંસ્થા અને કર્મચારીની ભૂમિકા વિશે વિસ્તૃત માહિતી માર્ગદર્શન તાલીમ દરમ્યાન આપવામાં આવેલ હતી. સમગ્ર તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેકટ શાખાના પ્રોજેકટ ઓફિસરના માર્ગદર્શનમાં પ્રોજેકટ શાખાના સીનીયર કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર, ફશ્ન્પ્ મેનેજરોએ જહેમત ઉઠાવી હતી.

(4:17 pm IST)