Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

સગીર સાળીના દુષ્કર્મના ગુન્હામાં બનેવીની જામીન અરજી નામંજુર

રાજકોટ,તા. ૯ : સગીર સાળી ઉપર દુષ્કર્મ આચરવાના ગુન્હામાં બનેવીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

ગત તા. ૨૬/૧૨/૧૯ના રોજ ભાવનગર રોડ પર આવેલ માંડાડુંગર વિસ્તારમાં સગીર સાળી ઉપર બનેવીએ દુષ્કર્મ આચાર્યાનો ગુન્હો આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપી ભરતભાઇ જગદીશભાઇ પ્રસાદ (ખારવા) રહે. કોઠારીયા સોલવન્ટ વાળાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ અને આરોપી વિરૃધ્ધ પુરાવો મળી આવતા પોકસો કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ.

ચાર્જશીટ બાદ પોકસો કોર્ટમાં આરોપી સામે કેસ શરૃ થયેલ તે દરમ્યાન આરોપીએ જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુન્હો છે. આવા સમાજ વિરોધી ગુન્હેગારોને જામીન આપવા જોઇએ નહી અને જામીન અરજી રદ કરવા વિસ્તૃત રજુઆત કરેલ તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજશ્રી જે.ડી.સુથારએ જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(3:35 pm IST)