Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ભગવો લહેરાયો, ચૂંટાયેલા બ્રહ્મ સમાજના ધારાસભ્‍યોને શુભેચ્‍છાઃ રામભાઇ મોકરીયા

સમસ્‍ત બ્રહ્મસમાજ કમીટીના તમામ સભ્‍યોને અભિનંદન

તસ્‍વીરમાં બ્રહ્મ સમાજના વિજેતા ઉમેદવારો નજરે પડે છે.

રાજકોટઃ વિધાનસભાની ચૂંટણીને ધ્‍યાને લઇ ગુજરાતમાં બ્રહ્મસમાજ કમીટી બનાવવામાં આવી હતી. જેના અધ્‍યક્ષ તરીકે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાને નીમવામાં આવ્‍યા હતા. બ્રહ્મસમાજ કમીટીના સભ્‍યોએ ગુજરાતની તમામ બેઠકો પર મીટીંગો યોજી ભાજપના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી હતી. જેના પગલે સમગ્ર રાજયમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને બ્રહ્મસમાજના પણ ૧૧ ધારાસભ્‍યો જંગી બહુમતીથી ચૂૅટાઇ આવ્‍યા છે.

ભાજપના ચૂંટાયેલા તમામ ધારાસભ્‍યોએ શુભકામના પાઠવતા રાજયસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયાએ ચૂંટાયેલા ભાજપના ધારાસભ્‍યને પ્રજાલક્ષી કાર્યો કરી આગામી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવી દેશના પનોતા પુત્ર નરેન્‍દ્રભાઇ મોદીના હાથ મજબુત કરવા અપીલ કરી છે.

(4:25 pm IST)