Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ગોંડલ સહિતના શહેરોને બાયપાસ કરી દોડતી બસોને એસ.ટી. તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી

એસ ટી તંત્ર દ્વારા લોકલ રૂટોનું બ્‍લુ બોર્ડ લગાવી ઇન્‍ટરસીટી તરીકે સંચાલન ન કરતા બ્‍લેક બોર્ડ લગાવી લોકલ સંચાલન કરી દરેક નિયત સ્‍ટોપેજ પર મુસાફર -વિદ્યાર્થીઓને ચડાવવા-ઉતારવાની સૂચના આપવામાં આવી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૯ : એસટી તંત્રના કેટલાક ડ્રાઇવરો દ્વારા ઘરની ધોરાજી ચલાવી બસ સ્‍ટેન્‍ડમા બસ લઈ જવાને બદલે બાયપાસ થવુ તથા સ્‍ટોપ હોવા છતા બસ સ્‍ટોપ ના થવી સહીત ગોંડલ, સુરેન્‍દ્રનગર, પડધરી,ધ્રાંગધ્રા, ચોટીલા, જસદણ, મોરબી સહીતની ઉઠેલી વ્‍યાપક ફરિયાદો અંતે સફાળા જાગેલા એસટી. તંત્રએ કડક સુચનાઓ આપી નિયમોની અમલવારી કરવા તાકીદ કરી છે.

ᅠલોકલ રૂટોમાં બિન-અધીકૃત રીતે બ્‍લુ બોર્ડ લગાવી લોકલ રૂટો ને ઇન્‍ટરસીટી રૂટ તરીકે સંચાલન કરતા ગ્રામ્‍ય તેમજ શહેરી વિસ્‍તારની મુસાફર જનતા દ્વારા ગ્રામ્‍ય, શહેરી વિસ્‍તારનાં સ્‍ટોપની અમલવારી ન થવા અંગેᅠ અવાર-નવાર મંત્રીઓ, ધારાસભ્‍યો, સરપંચો તેમજ વિદ્યાર્થીઓ અને આમ જનતા-મુસાફરો તરફ થી વ્‍યાપક પ્રમાણ માં ફરિયાદ થયેલી હતી. જેમાં જુનાગઢ વિભાગ દ્વારા લોકલ બસો ગોંડલ જેવા મોટા શહેર કે જયાં અદ્યતન નવીન બસ સ્‍ટેસન બનાવેલ છે ત્‍યાં પણ જતી નથી.

જેમાં જુનાગઢ,ધોરાજી ઉપલેટા, જેતપુર પોરબંદર બાંટવા અને માંગરોળ ડેપો ની લોકલ બસો ગોંડલ ડેપો માં આવતી નથી. ઉપરાંત ભાવનગર અને અમરેલી વિભાગ દ્વારા સંચાલિત અને રાજકોટ તરફ આવતી-જતી લોકલ બસો બ્‍લુ બોર્ડ લગાવીને અમુક લોકલ સ્‍ટોપેજ ઉપર ઉભી રહેતી નથી. તેમજ સરધાર કંટ્રોલ પોઈન્‍ટ હોવા છતાં ત્‍યાં અંદર જતી નથી.

જામનગર વિભાગ દ્વારા સંચાલિત અને રાજકોટ ગોંડલ આવતી-જતી લોકલ બસો પડધરી કંટ્રોલ પોઈન્‍ટ માં જતી નથી અને ફલ્લા જેવા મોટા ગામમાં સ્‍ટોપેજ કરતી નથી. જેથી રાજકોટ સીબીએસ ખાતે વિધાર્થીઓ તેમજ મુસાફરોની ખુબજ ફરિયાદો રહેવા પામી હતી.

(1:48 pm IST)