Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

રાજકોટની ૪ બેઠકો ઉપર ભાજપ ભવ્‍ય વિજય તરફ

રાજકોટ-૬૮માં ઉદય કાનગડ ૧૪ હજાર મતથી આગળ : રાજકોટ-૬૯માં ડો. દર્શિતાબેન શાહ ૩૬ હજાર મતથી આગળ : રાજકોટ-૭૦માં રમેશભાઇ ટીલાળા ૨૪ હજાર મતની લીડ અને રાજકોટ-૭૧માં આઠમાં રાઉન્‍ડના અંતે ભાનુબેન બાબરીયા ૩૨,૪૩૮ મતથી આગળ

રાજકોટ તા. ૮ : ગુજરાતભરમાં ચાલી રહેલી ભાજપની વિજય કૂચમાં રાજકોટ મહાનગરે બુલંદ સૂર પૂરાવ્‍યો છે. શહેરની ચારેય બેઠકો ઉપર કોંગ્રેસને પછડાટ આપી ભાજપના ઉમેદવારો આ લખાય છે ત્‍યારે ૧૪ હજારથી વધુ મતથી આગળ છે. હજુ અડધી મત ગણતરી બાકી છે. ભાજપની લીડ વધુ હોવાથી વિપક્ષી ઉમેદવારે હવે તે કાપવી લગભગ અશક્‍ય જેવી ગણાય છે.

રાજકોટ-૬૮માં કોંગ્રેસના ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂ સામે ભાજપના ઉદય કાનગડ ૧૪ હજાર મતે આગળ છે. રાજકોટ-૬૯માં કોંગ્રેસના મનસુખ કાલરીયા અને આપના દિનેશ જોશીને પાછળ રાખી ભાજપના ડો. દર્શિતાબેન શાહ ૪૨ હજાર મતે તેમજ રાજકોટ ૭૦માં કોંગીના હિતેષ વોરા સામે ભાજપના રમેશ ટીલાળા ૨૪ હજાર મતે આગળ છે. રાજકોટ - ૭૧ (ગ્રામ્‍ય)માં પૂર્વ ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા ફરી ધારાસભ્‍ય બનવા દોટ મૂકી રહ્યા છે. કોંગીના સુરેશ બથવાર અને આપના વશરામ સાગઠીયા સામે તેમની સરસાઇ વધીને ૩૨,૪૩૮ થઇ છે. પરિણામની વધુ વિગતો મેળવાઇ રહી છે.

(11:25 am IST)