Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

પરમાર ક્ષત્રીય સમાજ મુળી ચોવીસી દ્વારા સ્નેહ મિલન-વિદ્યાર્થી સન્માન

રાજકોટ : મહાનગરમાં નિવાસ કરતા પરમાર ક્ષત્રીય સમાજ મુળી ચોવીસીનો ર૪ મો સ્નેહ મિલન તેમજ વિદ્યાર્થી સન્માન તેમજ વિશિષ્ટ વ્યકિત સન્માનનો કાર્યક્રમ મેસોનીક હોલ ખાતે યોજવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત ક્રિષ્નાબા અજયસિંહ પરમાર દ્વારા સુંદર પ્રાર્થનાથી કરવામાં આવેલ. પધારેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવેલ. મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત ધ્રુવાનસીબા જયેન્દ્રસિંહ પરમાર તેમજ આયુષીબા નરેન્દ્રસિંહ પરમાર મુળી દ્વારા કરવામાં આવેલ. મહેમાનોનો પરિચય તેમજ સંસ્થા પરિચય અને અન્ય વિગતો સંસ્થા મંત્રી રાજેન્દ્રસિંહ જે. પરમાર મળી દ્વારા આપવામાં આવેલ. મુખ્ય મહેમાન પદે શ્રી ગોપીસિંહજી પરમાર -દિલ્હી (કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ પરમાર પવાર રાષ્ટ્ર સંઘ ભારત) તેમજ આ પરિવારોને આશીર્વચન આપવા માટે સદ્ગુરૂ શ્રી આનંદનાથજી, શંકરતીર્થ આશ્રમ, સાણંદથી પધાર્યા હતાં. અન્ય અતિથી વિશેષ તરીકે મહેન્દ્રસિંહ જે. પરમાર, આઇ. એફ. એસ. રીટાયર્ડ (મુળી), એડીશનલ પ્રિન્સીપાલ ચીફ કન્જવેટર ઓફ ફોરેસ્ટ -ગુજરાત, તેમજ નરેન્દ્રસિંહજી (કાળુભા) એ. પરમાર (નવાણીયા) પ્રમુખ, પરમાર ક્ષત્રીય સમાજ મુળી ચોવીસી (ગુજરાત) તેમજ તખ્તસિંહ એમ. પરમાર (ગૌતમગઢ) પ્રમુખ પરમાર ક્ષત્રીય સમાજ મુળી ચોવીસી ગાંધીનગર, અમદાવાદ-સાણંદ) તેમજ સુરેન્દ્રનગર પરમાર ક્ષત્રીય સમાજના પ્રમુખ ધર્મેન્દ્રસિંહજી આર. પરમાર, તેમજ વિજયસિંહ ડી. પરમાર (ગઢાદ) પ્રમુખ પરમાર ક્ષત્રીય સમાજ મુળી ચોવીસી -ભાવનગર, રવિરાજસિંહ એન. પરમાર (પાંડવરા) પ્રમુખ, પરમાર ક્ષત્રીય સમાજ મુળી ચોવીસી જામનગર, શ્રીમતી મિતલબા વાસુદેવસિંહ પરમાર (મુળી) (બેંકર અને મોટીવેશનલ સ્પીકર) પધાર્યા હતાં. આ પ્રસંગે વિશિષ્ટ વ્યકિતઓનું સન્માન કરવામાં આવેલ જેમાં રવિરાજસિંહ નિરૂભા પરમાર (ગઢાદ), નાયબ કલેકટર ડો. હરદીપસિંહ તખ્તસિંહ પરમાર (ગૌતમગઢ) એમ. ડી. ગાયનેક - ગોલ્ડ મેડાલીસ્ટ, ડો. પ્રદીપસિંહ દશરથસિંહ પરમાર (ગઢાદ) એમ. બી. બી. એસ., ડો. કર્મવીરસિંહ દાદુભા પરમાર બી. એ. એમ. એસ. મુળી, જયરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર (મુળી) ડીસ્ટ્રીકટ ઇન્સ્પેકટર  ઓફ લેન્ડ રેકોર્ડ, રવિરાજસિંહ જનકસિંહ પરમાર (મુંજપરા), સ્ટેટ ટેકસ ઇન્સ્પેકટર, હિમાલયરાજસિંહ સહદેવસિંહ પરમાર (મુળી) પોલીસ ઇન્સ્પેકટર, ડો. સેજલબા મહીરાજસિંહ પરમાર (સિધ્ધસર), વિદ્યાસહાયક ઉચ્ચતર માધ્યમિક શિક્ષક, નીકુભા ભુરૂભા પરમાર, (મુળી), ગુજરાત રાજય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ,  હમીરસિંહ રાઘુભા પરમાર (ગૌતમગઢ) ફુડ હીરો ઓફ ઇન્ડીયા, નેશનલ એવોર્ડ, ધર્મરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર (મુળી), ગુજરાત સુપર પોસ્ટલ બેંકર એવોર્ડ, આપી સન્માનિત કરવામાં આવેલ હતું. આ પ્રસંગે રાજકોટ પરમાર ક્ષત્રીય સમાજના ૬૩ વિદ્યાર્થીઓનો મોમેન્ટો પ્રમાણપત્ર તેમજ ઇનામ આપી સન્માન કરવામાં આવેલ. આ ઉપરાંત સમાજના ૧ર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનીત કરવામાં આવેલ. વર્ષ ર૦ર૦-ર૦ર૧ નો વાર્ષિક હિસાબ કનકસિંહ ટી. પરમાર દ્વારા આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં વિશેષ કાર્યક્રમ તરીકે ડાયાબીટીસના નિષ્ણાંત ડો. પ્રતાપ પી. જેઠવાણી, ડાયાબીટીસના નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. સંચાલન પ્રોફેસર રવિરાજસિંહ સી. પરમાર ચાણપર દ્વારા કરવામાં આવેલ. આભાર દર્શન સંગઠન મંત્રી વિક્રમસિંહ ડી. પરમાર, ગૌતમગઢ દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થા પ્રમુખ અનિરૂધ્ધસિંહ બી. પરમાર (મુંજપર), ઉપપ્રમુખશ્રી ચંદ્રશેખરસિંહ એ. પરમાર (મુળી) મંત્રી રાજેન્દ્રસિંહ જે. પરમાર (મુળી), ખજાનચી કનકસિંહ ટી. પરમાર (સિધ્ધસર), સહમંત્રી મહીરાજસિંહ કે. પરમાર (સિધ્ધસર), કા. સભ્ય સર્વશ્રી મહીપતસિંહ એચ. પરમાર (ટીકર), વિક્રમસિંહ ડી. પરમાર (ગૌતમગઢ) દેવેન્દ્રસિંહ એમ. પરમાર (દિગસર), મયુરસિંહ એમ. પરમાર (મુળી), બાલુભા જે. પરમાર (ટીકર), વિક્રમસિંહ એમ. પરમાર (મુળી), યુવરાજસિંહ એચ. પરમાર (નવાણીયા), જયેન્દ્રસિંહ પી. પરમાર (મુળી) ડો. રવિરાજસિંહ સી. પરમાર (ચાણપર), શ્રી રવિરાજસિંહ બી. પરમાર (મુળી), જયદીપસિંહ પરમાર (લીમલી), વિક્રમસિંહ બી. પરમાર (કુકડા), ભુપેન્દ્રસિંહ એન. પરમાર મુળી, વિક્રમસિંહ કે. પરમાર, લીમલી, ભગીરથસિંહ આર. પરમાર મુળી, જહેમત ઉઠાવી હતી.

(4:02 pm IST)