Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

રીંગ રોડ-૨ પર અટલ બિહારી વાજપેયી નામનું સાઇન બોર્ડ મૂકો : સુરેન્દ્રસિંહ વાળા

પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આ રોડનું નામકરણ જાહેર કરાયુ હતુ : શાસક પક્ષના નેતાએ મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવ્યો

રાજકોટ,તા.૯ : શહેરના રીંગ રોડ-(૨)નું  અટલ બિહારી વાજપેયી  નામનું સાઇન બોર્ડ મુકવા મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરતા શાસકપક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ રજૂઆત કરી છે.

આ અંગે શાસકપક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવેલ કે, શહેરના રીંગ રોડનો બીજો પાર્ટ ચાલુ થઈ ગયેલ હોય અને બાકીનું કામ ચાલતું હોય રાજકોટ વાસીઓને રીંગ રોડ-(૨) એવું સાઇન બોર્ડ મારવામાં આવેલા છે. કે, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જયારે રોડનું કામ જાહેર કર્યું ત્યારે એમનું નામકરણ પણ કર્યું હતું.  પરમ શ્રધ્ધેય અટલ બિહારી વાજપેયજીનું નામ આ રોડને આપવામાં આવ્યું હતું. તેમજ રીંગ રોડ-(૨) નામ હોય કારણ કે, સાઇન બોર્ડ રીંગ રોડ-(૨)ના લાગેલ છે તો તાત્કાલિક નિર્ણય લઈ સાઇન બોર્ડ જે શ્રી અટલ બિહારી વાજપેયી નામકરણ થયેલ છે, તો તેઓના નામનું સાઇન બોર્ડ મુકવા પત્ર પાઠવી સુચના આપી છે.

(3:59 pm IST)