Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટર્સની હડતાલનો આજે બીજો દિવસઃ કાળા કપડા પહેરી ધરણા કર્યા

રાજકોટઃ પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં પ્રવેશ માટે નીટ લેવાયા બાદ હજુ સુધી પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવી ન હોઇ તેમજ સુપ્રિમ કોર્ટમાં રીટના કારણે આ કાર્યવાહી કયારે શરૂ થશે તે હજુ નક્કી ન હોઇ તેમજ રેસિડેન્ટ ડોકટર્સના અન્ય પણ પડતર મુદ્દા હોઇ આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઇકાલથી રેસિડેન્ટ ડોકટર્સ ઓપીડી ઇમર્જન્સી સહિતની કામગીરીથી અલિપ્ત થઇ હડતાલ પર ઉતરી ગયા છે. ગઇકાલે સુત્રોચ્ચાર અને ધરણા કર્યા બાદ આજે ૨૦૦ રેસિડેન્ટ તબિબોએ હડતાલ ચાલુ જ રાખી છે અને કાળા કપડા પહેરી ધરણા કર્યા છે. જેડીયુ (જુનિયર ડોકટર એસોસિએશન-પીડીયુ કોલેજ રાજકોટ) દ્વારા ડીન તથા તબિબી અધિક્ષકને પોતાના પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. આજે પણ અલગ અલગ બેનર્સ સાથે રેસિડેન્ટ ડોકટર્સ દ્વારા ધરણા થયા હતાં. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:40 pm IST)