Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

વ્યાજની પઠાણી ઉઘરાણી કરી આપઘાતની ફરજ પાડવાના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૯: વ્યાજની પઠાણી ઉઘરાણીને કારણે ગુજરનારને મરવા મજબુર કરવાના ગુન્હામાં આરોપીના જામીન મંજુર કરવાનો સેસન્સ જજ શ્રી દેસાઇએ હુકમ કર્યો હતો.

રાજકોટ શહેર ગાંધીગ્રામ-ર (યુની.) પોલીસ સ્ટેશનમાં તા. ૧૦/૦૯/ર૦ર૧ ના રોજ દીવ્યાબેન સુરેશભાઇ અજમેરીયાએ ફરીયાદ નોંધાવેલ કે તેના પતિ સુરેશ તથા તેના મિત્ર વરલી મટકા જુગારમાં મહેબુબભાઇ તથા લાલા પાસે રૂપીયા ચાર લાખ હારી ગયેલ હોય તથા તેના મિત્ર ભાગી ગયેલ હોય જેથી મહેબુબભાઇ તથા લાલો ગુજરનારને દબાવી ચાર લાખ આપવા પડશે એમ કહી લખાણ કરાવી લીધેલ તેમજ તે રકમનું વ્યાજ આપવાની વાત કરતા મારા પતિ સુરેશ પરસોતમભાઇ અજમેરીયા (કુંભાર) સોનું વેચી અમુક રકમ ચુકવેલ. પરંતુ બાકીની રકમ માટે તેને ધમકાવવામાં આવતા ગુજરનારે ગળેફાંસો ખાઇને આપઘાત કરેલ.

આ ફરીયાદના અનુસંધાને પોલીસ સબ-ઇન્સપેકટર બી. જી. ડાંગર દ્વારા તપાસને અંતે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ જેમાં (૧) મહેબુબભાઇ ઉર્ફે જીણો હાજીભાઇ મુલતાની (પીંજારા) (ર) સચીન ઉર્ફે લાલો સંજયભાઇ વધીયા (સીંધી) (૩) નિલેશભાઇ બચુભાઇ ધામેચા (લુવાણા) ની ધરપકડ કરેલ અને ગુન્હા અંગેનું ચાર્જશીટ કરેલ હતું. જે પૈકીના મહેબુબ ઉર્ફે જીણાએ જામીન પર છુટવા અરજી કરી હતી.

આ કામમાં બંને પક્ષોની રજુઆત તથા સરકાર તરફે તપાસનીશ અધિકારીએ કરેલ સોગંદનામું તથા કાયદાકીય પરીસ્થિતિને લક્ષમાં લઇને તેમજ તપાસ પુરી થઇ ગયેલ છે તેમજ ગુન્હા અંગેનું ચાર્જશીટ થયેલ છે તેમજ આરોપીને વધુ વખત જેલમાં રાખવાથી ફરીયાદ પક્ષના કેસને કોઇ ફાયદો થતો નથી જેથી રાજકોટના મહે. સેશન્સ જજશ્રી યુ. ટી. દેસાઇ એ આરોપીના જામીન મંજુર કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામના આરોપી તરફે રાજકોટના એડવોકેટ શ્રી લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, સી. એમ. દક્ષિણી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, હીતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ, નિશાંત જોષી, દેવેન ગઢવી રોકાયેલા હતા.

(3:39 pm IST)