Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

અમુલને ગઢકામાં ર૦ એકર જમીન ઓછી અપાશે

માંગણી ૧૦૦ એકરની પરંતુ તંત્ર પાસે વધુ જમીન નથીઃ આજે DLPC માં ભાવો ફાઇનલ બાદ દરખાસ્ત

રાજકોટ, તા., ૯: રાજકોટ તાલુકાના ગઢડામાં અમુલ ડેરીએ જમીન માંગી છે. ૧૦૦ એકરની માંગણી કરાઇ હતી. પરંતુ આ જમીનમાં ૪૧ એકર જમીન વીડીની નીકળતા એ જગ્યા કાઢી નખાશે અને બાકીની જમીન અને ઢાંઢણી ગામની જમીન મળી કુલ ૮૦ એકર જમીન અમુલને અપાશે.

અમુલની માંગણી ૧૦૦ એકર જમીનની હોવા અંગે કલેકટરે ઉમેર્યુ હતું કે ૮૦ એકર જમીન અપાશે. કારણ કે તંત્ર પાસે હાલ વધુ જમીન નથી. તેમણે જણાવેલ કે આજે ડીએલપીસીની મીટીંગમાં જમીનના ભાવો ફાઇનલ કરી આજે કલેકટરમાં દરખાસ્ત કરી દેવાશે.

(3:38 pm IST)