Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

રાજકોટ ચેમ્બર દ્વારા MEIS સ્કિમ અંતર્ગત ફાઇલ કરાયેલ શીપીંગ બીલમાં Y અને N બન્ને સ્ટેટસ માન્ય રાખી મળવાપાત્ર લાભોની મુદત તા. ૩૧-૩-૨૦૨૨ સુધી વધારવા ડીજીએફટી સમક્ષ રજુઆત

રાજકોટ,તા. ૯ : સરકારશ્રીની ફોરેન ટ્રેડ પોલીસી ર૦૧પ–ર૦ર૦ અંતર્ગત નિકાસકારોને MEIS સ્કિમ હેઠળ વિવિધ લાભો મળવાપાત્ર થતા હતા. આવા લાભો તા.૩૧–૧ર–ર૦ર૦ પહેલા કરવામાં આવેલ નિકાસોને લાગુ પડે છે. તાજેતરમાં સરકારશ્રીએ MEIS સ્કિમના બદલે નવી RoDTEP સ્કિમ અમલમાં મુકેલ છે. ઘણાં નિકાસકારો શીપીંગ બીલમાં Y ને બદલે ભુલથી N સ્ટેટસ દર્શાવવાના કારણે મળવાપાત્ર લાભોથી વંચિત રહી ગયેલ છે.

ડીજીએફટીની ઓનલાઈન સિસ્ટમમાં N સ્ટેટસવાળા નિકાસકારોના શીપીંગ બીલ દર્શાવવામાં આવતા નથી. આવી ભુલવાળા નિકાસકારો પોતાના કલેઈમ ફાઈલ કરી શકે તથા MEIS અંતર્ગત મળપાત્ર થતા લાભો મેળવી શકે તે માટે શીપીંગ બીલ ફાઈલ કરવાની મુદત તા.૩૧–૧ર–ર૦ર૧ થી તા.૩૧–૩–ર૦રર સુધી વધારી આપવી. સાથોસાથ નિકાસકારો દ્વારા શીપીંગ બીલમાં દર્શાવવામાં આવેલ Y અને N સ્ટેટસ બન્ને કિસ્સાઓમાં મળવપાત્ર લાભોની મુદત તા.૩૧–૩–ર૦રર સુધી લંબાવવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ડીજીએફટી ન્યુદિલ્હી શ્રી અમીત યાદવ તથા રાજકોટ જોઈન્ટ ડીજીએફટીશ્રી અભિષેક શર્માને રૂબરૂ મળી ભારપુર્વક રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:35 pm IST)