Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

તીન એક્કા બ્રાન્ડ સોયાબીન તેલમાં ભેળસેળ : નમૂનો નાપાસ

મ.ન.પા.ના આરોગ્ય વિભાગની ચેકીંગ ઝુંબેશ : ૧૨ કિલો અખાદ્યચીજોનો નાશ : રેડચીલી રેસ્ટોરન્ટ (નાગરિક બેંક ચોક)માંથી ૨ કિલો લોટ, રીચ ટેસ્ટ રેસ્ટોરન્ટમાંથી વાસી શાકભાજી, નુડલ્સ, બટેટા સહિત કુલ ૧૦ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ : ૧૦ વેપારીઓને નોટીસો

રાજકોટ તા. ૯ : મ.ન.પા.ની આરોગ્ય શાખાએ તીન એક્કા બ્રાન્ડ સોયાબીન રિફાઇન્ડ તેલનો નમૂનો લીધો હતો. જેમાં હલકી કક્ષાના તેલની ભેળસેળ ખૂલતા આ નમૂનો સરકારી લેબોરેટરીએ નાપાસ કર્યો હતો.

મ.ન.પા.ના આરોગ્ય વિભાગે નાપાસ જાહેર કરેલા નમૂનાની વિગતો આ મુજબ છે. ફુડ સેફટીસ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે 'ગુરૂનાનક અનાજ ભંડાર' મનહર પ્લોટ શેરી નં ૭, શાક માર્કેટ સામે, રાજકોટ ખાતેથી લેવામાં આવેલ ખાદ્યપદાર્થ તીન એક્કા રિફાઇન્ડ સોયાબીન તેલ (૧૫ કિલો ટીન)ના નમૂનામાં હલકી કક્ષાના તેલ ની ભેળસેળ ને કારણે સબસ્ટાન્ડર્ડ ફૂડ જાહેર થયેલ છે. આથી હવે નિયમ મુજબ આગળની કાર્યવાહી થશે.

દરમિયાન વન વીક વન રોડ અંતર્ગત ઢેબરભાઈ રોડ પર ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૮ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન વાસી પ્રિપેર્ડ ફુડ, બાંધેલ વાસી લોટ મળી કુલ ૧૨ કિ.ગ્રા. જેટલો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ્ અને ૧૦ પેઢીને લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટીસ આપેલ.

નમૂનાની કામગીરી

ફુડ સેફટીસ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ મુજબ નમૂનાલેવામાંઆવેલ (૧) ચણા મસાલા (પ્રિપેર્ડ સબ્જી, લુઝ) સ્થળ : શ્રીજી પ્રસાદમ, સ્વામીનારાયણ ગુરુકુલ, ઢેબરભાઇ રોડ, ખાતેથી નમુનો લીધેલ છે. (૨) ઉંધીયુ (પ્રિપેર્ડ સબ્જી, લુઝ) સ્થળ : શ્યામ રેસ્ટોરન્ટ, અંધ મહિલા વિકાસ ગ્રુહ સામે, ઢેબરભાઇ રોડ, ખાતેથી નમુના લીધેલ છે.

૧૨ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ

જ્યારે ફૂડ વિભાગ દ્વારા તા.૦૯/૧ર/૨૦૨૧ ના શહેરના ઢેબરભાઇ રોડ પર આવેલ (૧) રેડ ચિલી રેસ્ટોરંટ, નાગરીક બેંક ચોક - ૨ કીગ્રા વાસી લોટ નાશ કરવામાં આવેલ. તેમજ લાયસન્સ- હાઇજીન બાબતે નોટીસ આપેલ (૨) રીચ ટેસ્ટ રેસ્ટોરન્ટ, નાગરીક બેંક ચોક - વાસી, કાપેલા શાકભાજી, મંચુરિઅન, નૂડલ્સ, બટેટા, પ્રિપેર્ડ ફુડ કુલ ૧૦ કિ.ગ્રા. નાશ, હાઇજીન બાબતે નોટીસ. (૩) અંકુર હોટેલ - લાયસન્સ બાબતે નોટીસ. (૪) શિવ પાન એન્ડ કોલ્ડ્રીંકસ - લાયસન્સ બાબતે નોટીસ. (૫) શિવમ મેડીકલ સ્ટોર - લાયસન્સ બાબતે નોટીસ આપેલ. (૬) આનન્દ મેડીસીન - લાયસન્સ બાબતે નોટીસ આપેલ. (૭) કનૈયા કોલ્ડ્રીંકસ - લાયસન્સ બાબતે નોટીસ આપેલ (૮) રાજ ટી સ્ટોલ - લાયસન્સ બાબતે નોટીસ આપેલ (૯) શ્રીજી પ્રસાદમ -સ્ટોરેજ બાબતે નોટીસ આપેલ. (૧૦) ભૂમી કેમિસ્ટ લાયસન્સ બાબતે નોટીસ આપેલ હતી.

(3:34 pm IST)