Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

વન વીક વન રોડ ઝુંબેશ

મ.ન.પા.ની વેરા શાખાનો સપાટો : ૧૦૬ કરદાતાનો ૩૫ લાખનો વેરો વસુલ

દબાણ હટાવ વિભાગે ૧૧૮ બોર્ડ - બેનરો જપ્ત : ગંદકી સબબ ૧૧ લોકોને ૪૦૦૦નો દંડ

 

રાજકોટ તા. ૯ : મ.ન.પા. દ્વારા દર અઠવાડિયે 'વન વિક - વન રોડ' ઝુંબેશ હેઠળ આજે સેન્ટ્રલ ઝોનના ત્રણ વોર્ડમાં કામગીરી હાથ ધરી હતી જે અંતર્ગત વેરા વિભાગે ૧૦૬ કરદાતાઓ પાસેથી કુલ ૩૫ લાખની બાકી વેરા વસુલાત કરી હતી.

વેરા-વસુલાત શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત વોર્ડ નં. ૭, ૧૪ અને ૧૭માં વૃન્દા આર્કેડ, સદગુરૂ કોમ્પલેકસ, નવકાર કોમ્પલેકસ, ગોકુલ ચેમ્બર, લાભ ચેમ્બર, પારેખ ચેમ્બર, વી.વી. કોમ્પલેકસ, સહજાનંદ કોમ્પલેકસ, શ્રીમદ ભવન, ઢેબર કોલોની, વિગેરેમાંથી કુલ ૭૧ મિલ્કતો પાસેથી કુલ રૂ. ૩૪ લાખ ૧૪ હજાર રૂપિયાના મિલ્કત વેરાની વસુલાત કરવામાં આવેલ તેમજ કુલ ૧૧૩ મિલ્કતોને રિકિવઝેશન નોટીસ આપવામાં આવેલ. વિશેષમાં કુલ ૩૫ આસામીઓ પાસેથી કુલ રૂ. ૧ લાખ ૧ હજાર ની વ્યવસાય વેરાની વસુલાત કરવામાં આવેલ, જયારે વ્યવસાય વેરા માટે કુલ ૧૩૫ આસામીઓને સુનવણી નોટીસ આપવામાં આવેલ છે.

આમ, કુલ ૧૦૬ આસામીઓ પાસેથી કુલ ૩૫ લાખ ૧૫ હજાર રૂપિયાના વેરાની વસુલાત કરવામાં આવેલ.

દબાણ હટાવ શાખાની કામગીરી

દબાણ હટાવ શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત ઢેબરભાઈ મેઈન રોડ પરથી નડતરરૂપ અને અનધિકૃત દબાણો દુર કરવામાં આવેલ જેમાં જપ્ત કરેલ રેકડી/કેબીનની સંખ્યા – ૦૧, જપ્ત કરેલ પરચુરણ માલસામાનની સંખ્યા – ૧૦, જપ્ત કરેલ બોર્ડ-બેનર/ ઝંડીની સંખ્યા – ૧૧૮/૨૫ વિગેરે કામગીરી કરવામાં આવી હતી.

ગંદકી સબબ દંડ

વન વીક વન રોડ અંતર્ગત ઢેબરભાઈ મેઈન રોડ પર જાહેરમાં કચરો ફેકનાર / ગંદકી કરવા સબબ કુલ ૦૮ આસામીઓ પાસેથી રૂ. ૨૦૦૦, કચરાપેટી / ડસ્ટબીન ન રાખવા સબબ કુલ ૦૪ આસામીઓ પાસેથી રૂ. ૨૦૦૦, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા / ઉપયોગ કરવા સબબ કુલ ૧૧ આસામીઓ પાસેથી રૂ. ૪૦૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ અને ૨.૨૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ છે. C&D વેસ્ટ નાખવા સબબ ૦૧ આસામીને રૂ.૧૦૦૦ વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ તેમજ વોર્ડના ૦૨ પબ્લીક ટોઇલેટની સફાઈ, ૦૧ વોંકળાની સફાઈ તેમજ ૨૦૦૦ મીટર જેટલા રોડ ડીવાઈડરની સફાઈ કરવામાં આવેલ અને ૧૦ ટ્વીન લીટરબીન રીપેર કરવામાં આવેલ.

(3:34 pm IST)