Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

મ.ન.પા.દ્વારા વોર્ડ નં. ૭,૧૪,૧૭ના રાજમાર્ગો ઉપરથી છાપરા ઓટલાના દબાણો તોડી પડાયા

રાજકોટ : વન વીક વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ વિસ્તારના વોર્ડ નં. ૭, ૧૪ તથા ૧૭માં સમાવિષ્ટ આર.એમ.સી.ચોકથી નારાયણનગર આરોગ્ય કેન્દ્ર સુધીના રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ ૪ સ્થળોએ દબાણ દુર કરી અંદાજે ૯૭૦ ચો.ફુટ પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે(૧) મેસોનીક હોલ, (ર) સિલ્વર પમ્પસ એન્ડ મોટર્સ (૩) કોઠારી એન્ડ કંપની અને (૪) શ્યામ રેસ્ટોરન્ટ ખાતેથી પાર્કિંગને નડતરરૂપ ઓટા દુર કરાવવામાં આવેલ છે.

(3:33 pm IST)