Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

૮૦ ફુટ રોડ પરના રામનગરમાં રોહિત ફૂડ પ્રોડકટ કારખાનામાં વિકરાળ આગઃ ૩૦ લાખનું નુકસાન

શોર્ટ સરકિટથી ભભૂકેલી આગમાં કિમતી મશીનરી સહિતની ચીજવસ્તુ બળી ગઇઃ મનજીભાઇ રાબડીયાની માલિકીઃ ફાયર બ્રિગેડે ૧૦ લાખનો માલ બચાવી લીધો

રાજકોટ તા. ૯: શહેરના થોરાળા વિસ્તારના ૮૦ ફુટ રોડ પર રામનગર-૫માં આવેલા રોહિત ફૂડ પ્રોડકટસ નામના કારખાનામાં સવારે આગ ભભૂકી ઉઠતાં ત્રીસ લાખનું નુકસાન થયું હતું.

આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલીક પહોંચી હતી અને મુખ્ય પાવર સપ્લાય લાઇન બંધ કરી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગમાં લાખોની કિંમતની મશીનરી બળી ગઇ હતી. ફાયર બ્રિગેડની ટીમે દસ લાખનો કાચો-પાકો માલ તથા બીજી મશીનરી બચાવી લીધી હતી.

કારખાનાના માલિક મનજીભાઇ રામજીભાઇ રાબડીયાએ ફાયર બ્રિગેડને જણાવ્યું હતું કે આગ શોર્ટ સરકિટને કારણે લાગીહતી. આગમાં અંદાજે ૩૦ લાખનું નુકસાન થયું છે. સદ્દનસિબે કોઇ જાનહાની થઇ નથી. ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર મુબારકભાઇ કે. જુણેજા, ફાયરમેન રસીકભાઇ,  અરબાઝખાન, મુકેશભાઈ રાઠોડ , અર્જુનભાઈ, ડ્રાઈવર રાજુભાઇ સહિતની ટીમે આગ બુઝાવવાની કામગીરી કરી હતી. તસ્વીરમાં મશીનરીમાં ભભૂકી રહેલી આગના દ્રશ્યો અને ફાયર બ્રિગેડનો સ્ટાફ જોઇ શકાય છે.

(3:21 pm IST)