Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

મલેસિયન સાગ, એરિકા પામના છોડ રૂ.૨૦માં

રીંગણી, મરચી અને ટમેટીના રોપા રૂ.૩માં મળશે, ખાતર ૧ કિલોના રૂ.૨૦, બાજરાના ખાખરા, દેસી ઓસડીયા રાહત દરે મળશેઃ રવિવારે રાજકોટ, મોરબીમાં ખેડૂત હાટ

રાજકોટઃ નવરંગ નેચર કલબ - રાજકોટ  દ્વારા મલેસિયન સાગ, એરિકા પામ, મધુકામીની, મધુનાસી, બિજોરા, બીગોનીયા, ફણસ, નાગરવેલ વગેરે રોપાના રૂ.૨૦ લેખે અને ઘણા બધા ફૂલછોડનું રાહત દરે વિતરણ.  આ ઉપરાંત,   ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ, એલોવેરા જેલ, હાથલા થોરનું સરબત (ફીંડલા સરબત), અળસીયા અને કોકોપીટ નું ખાતર, પ્યોર મધ, પ્લાસ્ટિકના ચબુતરા (રૂપિયા ૧૦), માટી ના પાણી ના પરબ, દેસી ઓસડીયા, પંચામૃત, લીંબુ, લીંબુ આદું, ઠંડાઈ, આંબડા વગેરેના પાવડર, હર્બલટી, લોખંડના વિવિધ વાસણો તેમજ  બહુનીયા, પેથોડિયા, કાજુ, બીગોનીયા અને ફલાય મેંગો વગેરે ફૂલછોડના રોપાનું તેમજ લીલા નાળિયેર રૂ. ૩૦માં તથા રીંગણી, મરચી અને ટમેટી ના ધરું (રોપા) (૧ રોપા ના ૩ રૂ) લેખે વેચાણ થાય છે.

બાજરાના ખાખરા, હાથે ખાંડેલા દેસી ઓસડિયા અને સફેદ ડાઘ ની આયુર્વેદિક દવા તેમજ નાગરવેલ, મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, મરી, એરિકા પામ, લાલ અને મિકસ કાશ્મીરી ગુલાબ, દિનકા રાજા, મધુકામીની, મધુમાલતિ, લીલી, ખટુંબરા વગેરેનું રોપાના ૨૫ રૂ લેખે મળશે.

 આંગણે વાવો શાકભાજીને પ્રોત્સાહન મળે તે માટે રીંગણી, ટમેટી અને કોબીના રોપાઓ મળસે સાથે સાથે વિવિધ જાત ના શાકભાજીના બિયારણ નાના પેક માં મળશે.

 ફૂલછોડઃ કાશ્મીરી અને ઈંગ્લીશ ગુલાબ (૧૫ જાતના રંગ વાળા)ના રોપાઓ તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, ક્રીશ્મસ ટ્રી, એકશ્ઝોરા, ક્રોટોન વિગેરે,એલોવેરા જેલ : અલોવેરા જ્યુસ અને સપ્ત્યુર્ણ, માટી અને પ્લાસ્ટીકના કુંડા અને વાસણો, આદું-લીંબુ, લીલા શાકભાજી વગેરે, અળસીયા એ બનાવેલ ખાતર (૧ કિલો ના ૨૦ રૂ.)નું વેચાણ થાય છે. 

વાંચન અભિયાન - વધુમાં વધુ લોકો વાંચન તરફ વળે તે માટે સંસ્કારી સાહિત્યના પુસ્તકો પાછા આપવાની શરતે વિનામુલ્યે આપવામાં આવસે, અને થેલાનું વિનામુલ્યે વિતરણ વિશ્વનિડમ ગુરુકુલમ તરફથી કરવામાં આવશે.

આ બધું ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને નવરંગ નેચર કલબ જગ્યા અને પ્રચારની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપે છે.  સોશીયલ ડિસટન્સનું પાલન અને માસ્ક ફરજીયાત પહેરવું.

 રાજકોટ : ૧૫૦ ફૂટ રીંગરોડ, અમીન માર્ગનો ખૂણો,રાજકોટ તા.૧૨ (દર રવિવાર), સવારે ૮ થી ૧, મોરબીઃ ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર પાસે, મોરબી તા.૧૨ સવારે ૮:૩૦ થી બપોરે ૧.

વધુ વિગત માટે વી.ડી.બાલા, પ્રમુખ નવરંગ નેચર કલબ રાજકોટ મો.૯૪૨૭૫ ૬૩૮૯૮નો સંપર્ક કરવો.

(3:46 pm IST)