Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

જંકશન પ્લોટ દરગાહ પાસેથી પ્રૌઢની લાશ મળીઃ ઠંડીમાં ઠુઠવાયાની શંકા

મૃતક પ્રૌઢે ગળામાં કંઠી પહેરેલ છેઃ વાલીવારસ હોઇ તો પ્રનગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ, તા.૯: જંકશન પ્લોટ દરગાહ પાસે એક અજાણ્યા પ્રૌઢનું બીમારી સબબ મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ જંકશન પ્લોટ મેઇન રોડ પર આવેલ ગેબનશાહ પીરની દરગાહ પાસે ફુટપાથ પર એક આશરે ૫૫ વર્ષનો અજાણ્યો પ્રૌઢ બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇ.એમ.ટી ભાવનાબેને તપાસ કરતા પ્રૌઢનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા પ્રનગર પોલીસ મથકના એ.એસ.આઇ. હરેશભાઇ રત્નોતર તથા રાઇટર તોલિબેને  તપાસ હાથ ધરી છે. મૃતક પ્રૌઢે ગળામાં સ્વામીનારાયણ સંપ્રદાયની ડબલ કંઠી પહેરેલ છે. તેણે કબુતરી કલરનું નાઇટ પેનટ અને સ્વેટર પહેરેલ છે. પ્રૌઢ રખડતુ ભટકતું જીવન જીવતા હતા. જો કોઇ આ પ્રૌઢના સગા સંબંધી હોય તો પ્રનગર પોલીસ સ્ટેશન ફોન નં.૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(12:39 pm IST)