Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

રાજકોટ એરપોર્ટ ખાતે મોકડ્રીલ:પ્લેનમાં આગ અકસ્માત માં બચાવ કાર્ય નુ નિર્દેશન : રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા જોડાઈ:

 રાજકોટ તારીખ: ૦૮ : એરપોર્ટ ખાતે આજે સવારે મોકડ્રીલ યોજવામાં આવેલ જેમાં રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા પણ સામેલ થઇ હતી. આ પૂર્વે મોકડ્રીલના ભાગરૂપે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝના કન્ટ્રોલ રૂમના ઇમરજન્સી નંબર ૧૦૧માં તથા એરપોર્ટ હોટલાઇનમાં સવારે ૦૯:૦૦ વાગ્યે રાજકોટ એરપોર્ટના કર્મચારી દ્વારા પ્લેનમાં આગ લાગેલ છે તે મતલબની જાણ કરવામાં આવેલ. જેના પગલે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાના સ્ટેશન ઓફિસર શ્રી. એ. કે. દવે તથા કનક રોડ ફાયર સ્ટેશનના ફાયર ફાયટર તેમજ કેમીકલ ફોમ તથા ફાયરની ટીમ સાથે તાત્કાલીક ધટના સ્થળ પર પહોચી ત્વરીત કામગીરી હાથ ધરેલ

        ઉપરોક્ત ધટના સમયે રાજકોટ એરપોર્ટ ડાયરેક્ટરશ્રી, એરપોર્ટ ફાયર સર્વિસ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ રાજકોટ, CISF, રાજકોટ શહેર પોલીસ સ્ટાફ, સીવીલ હોસ્પીટલ રાજકોટ સ્ટાફ, સ્ટર્લીગ તથા વોકહાર્ટ હોસ્પીટલ રાજકોટ સ્ટાફ, તમામના સહીયોગથી પ્લેન ફાયર ધટનાની રાજકોટ એરપોર્ટ દ્વારા સફળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હોય તેમ ડાયરેક્ટરશ્રી રાજકોટ એરપોર્ટ ઓથોરીટી દ્વારા જણાવવામાં આવેલ.

(6:19 pm IST)