Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગૂમ થયેલ બાળકને શોધી કાઢતી શાપર વેરાવળ પોલીસ

પોલીસની સતર્કતાથી ગણતરીની કલાકોમાં બાળક ચાની કેન્ટીન પરથી મળ્યો

 

રાજકોટના  થોરાળા પોલીસ સ્ટેશનના  વિસ્તારમાંથી આજે બપોર બાદ સગીરવયનો ભાવેશ લાપતા થયો હતો જે રાત્રે શાપર વેરાવળ હાઇવે પરની ચાની કેન્ટીન પરથી મળી આવ્યો છે

 થોરાળા પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર 119/19 ઈપીકો કલમ વિગેરે મુજબ  બાળક ભાવેશ દિનેશભાઈ શિયાળા (ઉમર વર્ષ 13)  *રહે લાખાજીરાજ ઉઘોગનગર ) બાબતે પ્રેસ નોટ આવતા જે ગ્રુપ મીડિયા દદ્વારા જાણ થતા શાપર વેરાવળ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન  શાપર વેરાવળ હાઈવે ઉપર આવેલ દ્વારકાધીશ ચાની કેન્ટીન બાળક ને જોવામાં આવતા જે બાળક  રાજકોટ શહેર ખાતે ઉપરોક્ત બાળક હોય જેમને ઓળખેલ  હતો

બાળકનું  નામ-સરનામું પૂછતા જે પોતે ભાવેશ દિનેશભાઈ શિયાળ (ઉંમર વર્ષ 13 ) ( રહે લાખાજીરાજ ઉદ્યોગ નગર રાજકોટ )વાળો હોય અને તે ધોરણ 8 માં અભ્યાસ કરતો હોય તેમને જેમને અભ્યાસ કરવો ના હોય તેથી ઘરેથી નીકળી ગયેલ હોય અને ફરતો ફરતો સાપર વેરાવળ માં આવતા જે સગીર વય નો બાળક હોય અને તે દ્વારકાધીશ।  ચાની કેન્ટીન ને આવેલ હોય જે રાજકોટ શહેરમાં  ગુનો દાખલ થયેલ હોય તે અપહરણ પણ બાળક હોવાથી અને ઘરેથી કોઈને કહ્યા વગર ચાલતા ચાલતા શાપર વેરાવળ આવીને ચાની કેન્ટીન ને આવતા શાપર વેરાવળ માં મળી આવેલ હતો

જે ઉપરોક્ત ગુનો દાખલ થયેલ હોય થોરાળા પોલીસ સ્ટેશનના  હડીયાને  બાળક  બાબતે જાણ કરીને રાજકોટ શહેર માંથી ગુમ થયેલ બાળકનો કબજો થોરાળા પોલીસને સોપી આપેલ છે 

કામગીરી કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે ગોહિલ કિરીટસિહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કાળોતરાએ સરાહનીય કામગીરી કરેલ છે 

(12:34 am IST)